Gujarat

છોટાઉદેપુર બેઠક માટે ભારતીય જનતા પાર્ટીના  રાજેન્દ્રસિંહ રાઠવાએ ઉમેદવારી માટે ફોર્મ ભર્યું

છોટાઉદેપુર આદિવાસી પંથકની મુખ્ય બેઠક એવી છોટાઉદેપુર મત વિસ્તારની ચૂંટણી તારીખ પાંચમી ડિસેમ્બરના રોજ યોજાનાર છે પંથકની ત્રણેય બેઠકો પર રાષ્ટ્રીય પક્ષો એ પોતાના ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે છોટાઉદેપુર ની બેઠક પર કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલ મોહનસિંહ રાઠવાના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવાને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે કાર્યકરો સાથે આદિવાસી સંસ્કૃતિ મુજબ ઢોલ-નગારા ટીમલી ના ટાલે ભાજપ કાર્યાલય ખાતે સભા સંબોધીને રેલી સ્વરૂપે જિલ્લા સેવા સદન ખાતે ઉમેદવારી પત્ર દાખલ કરવા પહોંચ્યા હતા ખૂબ જ મોટી સંખ્યામાં જનમેદની સાથે ભાજપના છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા, છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, મહામંત્રીઓ અને ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો  મોટી સંખ્યામાં જોડાયા હતા.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20221116-WA0011.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *