Gujarat

છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બોડેલી પોલીસ સ્ટેશનના જેસીંગપરા ગામેથી કિ.રૂ.૩૭,૨૭૫/- ના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો.

ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સુચના કરેલ…. જે અન્વયે એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને સુચના કરતા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત આધારે જેસીંગપરા ગામના બસ સ્ટેન્ડ પાસેથી એક ઇસમને મો.સા. સાથે ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે ઝડપી પાડી બોડેલી પોલીસ સ્ટેશનમાં સી. પાર્ટ ગુ.ર.નં. ૦૩૮૯/૨૦૨૨ પ્રોહી એકટ ૬૫ એ ઇ, ૯૮ (૨) મુબનો ગુનો નોંધાવી પ્રોહીનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220310-125644_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *