ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ ઘાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સુચના કરેલ…. જે અનુસંધાને એચ.એચ રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત આધારે અરવિંદભાઇ નાયકાભાઇ રાઠવા રહે.સુરખેડા, ડુંગર ફળીયા તા.જી.છોટાઉદેપુરનાઓના પોતાના કબજાના રહેણાક ઘરની પાછળના ભાગેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડી રંગપુર પોલીસ સ્ટેશનમાં સી. પાર્ટ ગુ.ર.નં.૦૧૬૪/૨૦૨૨ પ્રોહી એકટ ૬૫ એ ઇ મુજબનો ગુનો નોંધાવી પ્રોહીનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


