Gujarat

છોટાઉદેપુર વકીલ મંડળના પ્રમુખ, ખજાનચીના હોદ્દા માટે ૧૬મીએ ચૂંટણી યોજાશે : મંત્રી ઉપપ્રમુખ બીનહરિફ જાહેર

છોટાઉદેપુર બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની યોજનાર ૧૬ ડિસેમ્બરના રોજ ચૂંટણી અંતર્ગત છોટા ઉદેપુર બાર એસોએશન ની ચૂંટણીમાં પ્રમુખ ,ખજાનચી નાં હોદ્દા માટે ચૂંટણી યોજનાર છે, જ્યારે સેક્રેટરી ઉપપ્રમુખ એલ.આર જોઈન્ટ સેક્રેટરીના હોદ્દાઓ બિન હરીફ જાહેર થતાં તમામ ધારાશાસ્ત્રીઓ દ્વારા બિનહરીફ વિજેતા થનાર વિજેતાઓને વધાવી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળી આવેલ છે. સમગ્ર રાજ્યમાં ૧૬મી ડિસેમ્બરના રોજ વકીલ મંડળની રચનાના ભાગરૂપે ચૂંટણી યોજવાની છે, જે અંતર્ગત છોટા ઉદેપુર બાર એસોએશનની પ્રમુખના હોદ્દા માટે ત્રણ ઉમેદવારો દ્વારા ઉમેદવારી નોંધાવી છે. તો ખજાનચીના હોદ્દા માટે બે ઉમેદવારો દ્વારા ઉમેદવારી નોંધાવી છે. આ સાથે સેક્રેટરીના હોદ્દા ઉપર સલીમ .એસ .મલેક, ઉપપ્રમુખના હોદ્દા ઉપર પઠાણ ફિરોજ . એફ., એલ આરના હોદ્દા ઉપર શકીલા પઠાણ તેમજ જોઈન્ટ સેક્રેટરીના હોદ્દા ઉપર ઇમરાન શેખની બિનહરીફ વિજેતા તરીકે જાહેર થયા હોવાનું ચૂંટણી અધિકારી નારણ જે. રાઠવા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે. આ સાથે વધુમાં જણાવેલ કે ૧૬ ડિસેમ્બરના રોજ ૧૧ થી ૨ સમયગાળા દરમિયાન મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જ્યારે ત્રણ વાગ્યાથી મત ગણતરી કરવામાં આવશે. હાલ છોટાઉદેપુરની કોર્ટ સંકુલમાં ચૂંટણીને અનુલક્ષીને ધારાશાસ્ત્રીઓમાં કયા ઉમેદવારને પસંદ કરવો એ બાબતે ચર્ચાઓ ટોપ ઓફ ધ કોર્ટ સંકુલ બનવા પામેલ છે. જોકે ધારાશાસ્ત્રીઓ શિસ્તને વરેલા હોવાથી તંદુરસ્ત ચર્ચાઓ થઈ રહી છે. સામાન્ય ચૂંટણીમાં જોવા મળતો ચૂંટણી પ્રચાર અભિયાન જેવો માહોલ નથી. પરંતુ સ્વસ્થ હરીફાઈના ભાગરૂપે ઉમેદવારો દ્વારા પોતાને મત મળે તે માટે તેઓની વડપણમાં તેઓ પોતાની કાર્ય કુશળતાના આધારે બાર કાઉન્સિલ ઓફ છોટાઉદેપુરને કઈ રીતે ઉપયોગી થઈ પડશે તે અંગેના વિચારો ધારાશાસ્ત્રીઓ સમક્ષ મૂકી રહ્યા હોવાનું જાણવા મળી આવેલ છે. જો કે મતદાતાનો મિજાજ કંઈ તરફ વળાંક લે છે તે તો ૧૬ મી ડિસેમ્બરના રોજ જ જાણી શકાશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *