આમ આદમી પાર્ટી દ્વારા આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ૧૦ ઉમેદવારો ની જાહેરાત કરવામાં આવી છે જેમાં છોટાઉદેપુર જિલ્લાની છોટાઉદેપુર બેઠક નો પણ સમાવેશ થયો
અને આ બેઠક માટે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ નાં ઉપાધ્યક્ષ પ્રોફેસર અજુૅનભાઇ રાઠવા નાં નામની જાહેરાત થતાં છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીનાં પ્રમુખ સાથે આગેવાનો સહિત કાર્યકરોએ પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા નાં નામને આવકારી તેઓને અભિનંદન પાઠવ્યા હતા.
ગુજરાત વિધાનસભાની આવનાર ચૂંટણીઓમાં છોટાઉદેપુર બેઠક માટે પોતાના નામની જાહેરાત થતા પ્રોફેસર અજુૅનભાઇ રાઠવા એ બોડેલી apmc ખાતે તેમની પ્રતિક્રિયા આપી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

