Gujarat

છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય બન્યા પછી પેહલી વખત રાજેન્દ્રસિંહ રાઠવાએ જિલ્લા મથકની જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી.

છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય બન્યા પછી પહેલી વખત વિધાનસભાના ધારાસભ્ય તરીકે રાજેન્દ્રસિંહ રાઠવા એ છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું, દેશમાં અત્યારે ફરી એક વખત કોરોના આવી રહ્યો છે તેને લઈને છોટાઉદેપુર આરોગ્ય વિભાગ કામ કરી રહ્યું છે તેઓને પ્રોસાહિત કરવા માટે છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય બન્યા પછી પહેલી વખત વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ જિલ્લા મથકની જનરલ હોસ્પિટલની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું. જનરલ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ ડોક્ટરો સાથે બેઠક યોજી હતી અને નિરીક્ષણ કર્યું હતું , આ મુલાકાતમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, જિલ્લા ભાજપ મહામંત્રી શંકરભાઈ રાઠવા, મેહુલભાઈ પટેલ, આદિજાતિ નિગમના ડિરેક્ટર જશુભાઈ રાઠવા સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત થયા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20221226-WA0042.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *