Gujarat

 છોટાઉદેપુર સેસન્સ કોર્ટે હત્યાના ગુનાના આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે,

વિઓ:         છોટાઉદેપુર તાલુકાના સનાડા ગામમાં 1/11/2019 ના રોજ ગામના આશ્રમ ફળિયા મા રહેતા ભાયલાભાઈ તનીયાભાઈ રાઠવા ના ઘર અને દુકાન આગળ કોઈ લીંબુ અને કંકુ ચોખા નાખી ગયેલ જે ગામના ઢોકળીયાભાઈ રાઠવા દ્વારા પોતાનો ધંધો રોજગાર ન ચાલે તે માટે નાખવામાં આવ્યા હોવાની શંકા રાખી અંધશ્રદ્ધામાં ગળાડૂબ બનેલા ભાયલા રાઠવાએ ઢોકળીયા રાઠવાને ગળાના અને માથામાં પાળીયા ના ઉપરા છાપરી ઘા કરી હત્યા નિપજાવી હતી,જે અંગેનો કેસ છોટાઉદેપુર ની સેસન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સોનલબેન  દેસાઈની દલીલોને નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે સાથે  રૂપિયા 25 હજારનો દંડ પણ ફટકર્યો છે જે મૃતકના પરિવારને વળતર પેટે આપવા કોર્ટે જણાવ્યું છે અને જો દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા નો હુકમ કર્યો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220510-WA0084.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *