છોટાઉદેપુર જિલ્લાના વડા મથક એવા છોટાઉદેપુર માં જિલ્લાની એકમાત્ર જનરલ હોસ્પિટલ આવેલી છે. અહીં આદિવાસી પંથકની ગ્રામીણ પ્રજા સારવાર અર્થે આવે છે. સંપૂર્ણ સુવિધાયુક્ત આ હોસ્પિટલમાં વિશેષજ્ઞ ડૉકટર્સ ની અછત હોવાથી ગંભીર બીમારીઓમાં દર્દીને વડોદરા ssg હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવે છે. અને હદ તો એ વાત ની છે કે જનરલ હોસ્પિટલ ની એમ્બ્યુલન્સ પોતે જ બીમાર હાલતમાં જણાય છે. છેલ્લા 12 જેટલા વર્ષો થી સેવા આપતી આ એમ્બ્યુલેન્સ ઠેર ઠેર પાટા પિંડી કરેલી જોવા મળે છે. એમ્બ્યુલેન્સ ની છત કટાઈ ગઈ છે. જયારે સીટો ની હાલત ભંગાર બની છે. બીમાર દર્દીઓને મોટા દવાખાને સારવાર માટે લઇ જતી એમ્બ્યુલેન્સ જાણે ખખડધજ બની ગયી હોય તેમ જણાય છે. એક એમ્બ્યુલેન્સ છેલ્લા ઘણા સમય થી સમારકામ માટે કંપનીમાં મોકલવામાં આવી છે. અને બીજી એક એમ્બ્યુલન્સ ની હાલત ખખડધજ થી ગયી હોવા છતાં દર્દીઓને વડોદરા સુધી પહોંચાડવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ ભંગાર બની ગયેલી એમ્બ્યુલેન્સ માં દર્દી ને લઇ જવાતા ક્યાંક ખોટકાઈ જાય અને દર્દીને હાલાકી ભોગવવી પડે કે જીવ ગુમાવવાનો વારો આવે તો. કોણ જવાબદારી લેશે ? એ પ્રશ્ન પ્રજામાં ચર્ચાઈ રહ્યો છે. જિલ્લાના આરોગ્ય વિભાગે આ બાબતે ગંભીર બની વિચારવું જોઈએ
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


