Gujarat

છોટા ઉદેપુરના દરબાર હોલ ખાતે જીલ્લા પંચાયત દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે ભૂલકાં મેળાનું આયોજન

છોટા ઉદેપુર જીલ્લા પંચાયત દ્વારા દરબાર હોલ ખાતે ભૂલકાં મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં પૂર્વ પ્રાથમિક શિક્ષણના પ્રોજેક્ટ અંતર્ગત બાળકોના સર્વાંગી વિકાસ અને તેઓનું ડેવલોપમેન્ટ એસેસેમેન્ટ કરવા માટે અને વાલીઓને પણ આ અંગે માહિતગાર કરવા માટે ભૂલકાં મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજે દરબાર હોલ ખાતે યોજાયેલ ભૂલકાં મેળામાં 100થી વધુ બાળકો તથા તેઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવેલા આંગણવાડીના અભ્યાસક્રમ આધારિત શૈક્ષણિક સામગ્રી જે જાતે બનાવી શકાય અને ઘરમાં પણ ઉપલબ્ધ હોય તેવી સામગ્રીથી શીખવા અને શીખવવાના સાધનો રમતો બનાવી પ્રદર્શનરૂપે વાલીને બતાવી બાળકોને તથા વાલીઓ માટે ખાસ આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ જણાવ્યું કે, દીકરીએ તુલસીનો ક્યારો ગણાવીને તેના સર્વાંગી વિકાસ માટે વિશેષ ધ્યાન આપવાની વાત કરી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20221010_170710.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *