Gujarat

છોટા ઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાએ નર્મદા કેનાલના પૂર્વ ભાગમાં સિંચાઇ માટે પાણી આપવાની સંસદમાં માંગ કરી

હાલમાં સંસદનું સત્ર ચાલી રહ્યું છે. જેમાં દરેક વિસ્તારના સાંસદ પોતપોતાના વિસ્તારના પ્રશ્નો સંસદમાં ઉઠાવી રહ્યા છે. ત્યારે છોટા ઉદેપુર જિલ્લાનો સળગતો સિંચાઇના પાણી માટેનો પ્રશ્ન ઉઠાવ્યો છે. સાંસદ ગીતાબેન રાઠવાએ આજરોજ શુન્યકાળમાં છોટા ઉદેપુર જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલના પૂર્વ ભાગના છોટા ઉદેપુર, પાવી જેતપુર, કવાંટ, નસવાડી અને બોડેલી તાલુકામાં સિંચાઇ માટે વરસાદના પાણી પર જ આધાર રાખવો પડે છે. જેને લઇને ખેડૂતોને ખૂબ મુશ્કેલી પડે છે. તેનો પ્રશ્ન ઉઠાવીને તેને દૂર કરવા માટે નર્મદા કેનાલમાંથી પશ્ચિમ વિસ્તારમાં જે રીતે આપવામાં આવે છે તે જ રીતે પૂર્વ વિસ્તારમાં ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવામાં આવે તેવી માંગ કરી હતી. સિંચાઇની સુવિધાના અભાવે ખેડૂતો ચોમાસું પાક જ લઈ શકે છે
મહત્વની વાત એ છે કે છોટા ઉદેપુર જિલ્લામાં સિંચાઇ માટેની સુવિધાના અભાવને કારણે ખેડૂતોને ચોમાસું પાક જ લઈ શકે છે. ત્યારબાદ તેઓને કચ્છ કાઠિયાવાડ તરફ હિજરત કરવી પડે છે. જો સરકાર દ્વારા સાંસદ ગીતાબેન રાઠવાના પ્રશ્નને ગંભીરતાથી લઇને યોગ્ય નિર્ણય કરે તો જિલ્લાની સૌથી મોટી સિંચાઇ અને હિજરતની સમસ્યાનો મોટે ભાગે અંત આવી જાય તેવું લાગી રહ્યું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20221215-184813_WhatsApp.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *