Gujarat

છોટા ઉદેપુરમાં બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત

છોટા ઉદેયપુર
છોટા ઉદેપુર જીલ્લાના પાવી પાસે બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં બાઈક ચાલકનું મોત થયું છે, જ્યારે બે જણ ઈજાગ્રસ્ત થયા છે. છોટા ઉદેપુરના માલધી ગામના મુકેશભાઈ હરસિંગભાઈ રાઠવા પોતાના પિતરાઈ ભાઈ કંદુભાઈ મોહનભાઈ રાઠવાની દીકરી મીનાબેન બીમાર થઈ જતાં તેમને લઇને બોડેલી દવાખાને જતા હતા. ત્યારે પાવી પાસે મળસ્કે સાડા પાંચ વાગ્યાના અરસામાં ટ્રકે બાઇકને ટક્કર મારતાં ત્રણે બાઈક સવાર ફંગોળાઈ ગયા હતા. જેમાં મુકેશભાઈને માથાના ભાગે તથા શરીરના ભાગે ગંભીર ઇજા થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય બે જણને ઇજા થતાં તેમને પાવી જેતપુરના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યાં હતા.

28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *