છોટાઉદેપુર જિલ્લાના આંતરિયાળ વિસ્તારોનાં લોકો પોતાની લેખીત રજુઆત માટે પડતી મુશ્કેલીઓ ને ધ્યાને લઇ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા એ છોટાઉદેપુર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ખાતે જન સંપર્ક અધિકારી ની નિમણુંક કરાવી ને લોકોને બહારથી પોતાની રજૂઆત સંબંધે અરજી ટાઇપ કરાવવાનાં બિન જરૂરી ખર્ચ માંથી મુક્તિ મળે તે હેતુ થી અરજદારો પોતાના નજીકના પોલીસ સ્ટેશનને જઇને વિના મૂલ્યે પોતાની રજૂઆત લખાવી શકે એવું માધ્યમ ઊભું કરાયું છે. તે ઉપરાંત જીલ્લાના નાગરિકો 9978405233 ઉપર જાહેર રજા સિવાયનાં કોઇ પણ દિવસે વિડિયો કોલ થકી રજૂઆત કરવા માંગે છે તે પોતાનું નામ સરનામું તથા રજૂઆત ની વિગત whatsapp નંબર ની નોધણી કરાવવાની રહેશે, જે કાર્યવાહી બાદ પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા દર મંગળવારે અને બુધવારનાં રોજ નોધણી કરાવેલ અરજદારો સાથે પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા રજૂઆત સાંભળી તેઓની સમસ્યા કે રજૂઆત ની નિરાકરણ લગત કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
Attachments area


