Gujarat

છોટા ઉદેપુર જિલ્લા સહિત મઘ્ય ગુજરાત માં હાલ ડોળી ની સીઝન દરમિયાન લોકો ડોળી વીણી ને આર્થિક ઉપાર્જન મેળવી રહ્યા છે

મહુડા નું વૃક્ષ એક એવું વૃક્ષ છે કે જે ફુલ અને ફડ બન્ને આપી લોકો ને રોજગારી પ્રદાન કરી રહ્યું છે, ત્યારે છોટા ઉદેપુર , પંચમહાલ દાહોદ, નર્મદા જિલ્લા ની ખડતલ ભૂમિ ઉપર મોટા પ્રમાણમાં મહુડા નાં વૃક્ષો સચવાયેલાં જોવા મળી રહ્યાં છે.. વર્ષો પહેલાં પ્રત્યેક ગામના ઘેઇડિયાંનાં વખત માં ગામની સીમમાં આવેલ મહુડા નાં ઝાડ ને પ્રત્યેક કુટુંબ દીઠ વિભાજન કરી મહુડા નાં ઝાડ ની ખૂબ સારી આચારસંહિતાં લાગુ કરવામાં આવી હતી , છોટા ઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજમાં વર્ષો પહેલાં મહુડા ઝાડ માટે બનાવવામાં આવેલાં નિયમો નું આજે પણ લોકો પાલન કરી રહ્યા છે..વર્ષો પહેલાં મહુડા નાં ઝાડ માટે લાગુ કરાયેલા નિયમો મુજબ જે કુટુંબ ને મહુડાનું વૃક્ષ ભાગે આવેલ હોય તે ઝાડનું રક્ષણ જેતે કુટુંબ ને કરવાનું હોય છે, તો મહુડા નાં ફૂલ પણ જેતે કુટુંબ ને વીણવા નાં હોય છે પરંતું ડોળી માટે નાં નિયમો અલગ બનાવમાં અવેલા છે..
ગામની સીમ માં આવેલ મહુડા નાં ઝાડ પર ફુલ આવ્યાં બાદ ડોળી માટે નાં નિયમો અન્વયે મહુડા ઉપર થી ડોળી ને અકડી વડે કે લાકડાંના ટુકડા એટલે કે બુધા વડે કે ઝાડ પર ચઢી ને પાડવું એ અમાન્ય ગણવામાં આવે છે, ગામનાં રક્ષણ માટે નિમાયેલ વ્યકિત કે જેને વંત્રિયો તરીકે ઓળખવામાં આવે છે તે ડોળી પાડતાં કોઈ પકડાઈ જાય તો તેને સજા કરવાં માંવતી હોય છે. મહુડા નાં ઝાડ ઉપર થી પાકી ગયેલી કે વાગોડ નાં ચાવવા થી પડી ગયેલી ડોળી નેજ વીણવા નો નિયમ લાગુ કરવામાં આવેલ છે.
ડોળી વીણવા નાં નિયમો મુજબ ગામના લોકો ઘાસલેટ થી દીવો સળગાવી એક ડબ્બી માં મૂકી તેનું અજવાળું કરી કે બેટરી નાં અજવાડું કરીને કોઈ નાં પણ મહુડા નીચે પડેલી ડોળી ને વીણી શકે છે. પંરતુ મહુડા નાં ઝાડ ને નુકશાન નહિ થાય તે હેતુ થી મહુડા નાં ઝાડ ને ડોળી ને પાડવું એ સામાજિક ગુન્હો બને છે તેવા નિયમો વર્ષો થી લાગુ કરવામાં આવેલ છે. આદીવાસીઓ મહુડા નાં ઝાડ નીચે થી ડોળી વીણી ને નવરાશ નાં સમય દરમિયાન ડોળી ને પથ્થર થી ફોડી સૂકવી ને ઘાની માં પિલાવીને વર્ષ નું ખાવા નાં તેલ નો સંગ્રહ કરી લેતાં હોય છે, જયારે વધારાની ડોળી નું વેચાણ કરી દેતાં હોય છે,.
મહુડા નાં ફુલ પૂરા થયા બાદ ફડ આવે જેને ડોળી તરીકે ઓળખવામાં આવે જે કાચી ડોળી માંથી સ્વાદિષ્ટ શાક અને ભજીયા પણ બનાવામાં આવે છે ..પાકા ડોળ નીં ઉપર ની સાલ મીઠી હોવાથી પશું પંખી ઓ પણ ખાય છે જયારે ડોળી કડવી હોય છે પરંતું ડોળી નું તેલ આયુર્વેદિક દષ્ટિએ ગુણકારી હોય જેને લઇને આદિવાસી લોકો ડોળી નું તેલ ખોરાકમાં કરે છે તો વા સાંધાના દુઃખાવા, સંધિવા, માંથા નાં દુઃખાવા માં માલિશ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે.મહુડા નું પ્રત્યેક વૃક્ષ ફૂલ ,ફડ, મળી વર્ષે 3 હજાર થી 5 હજાર ની આવક પૂરું પાડતું હોય જેને લઇને આદિવાસી ઓનાં કમાઉ દીકરા સમાન બન્યું છે તો આયુર્વેદિક ગુણોને લીધે સમગ્ર માનવ સમાજનું કલ્પવૃક્ષ સમાન બન્યું છે.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220625-100605_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *