Gujarat

છોટા ઉદેપુર નગરપાલિકાને તાળાબંધી: એક મહિનાથી ઇન્ચાર્જ ચીફ ઓફિસર કચેરીએ ન આવતા કંટાળીને પ્રમુખે કચેરીએ તાળાબંધી કરી

છોટા ઉદેપુર નગરપાલિકાના ચીફ ઓફિસર એ.એચ.સિંહાની બદલી થઈ ગઈ હતી. જેને તાત્કાલિક રદ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ ચીફ ઓફિસર એ.એચ.સિંહા લાંબી રજા પર ઉતરી ગયા છે. જેથી કાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરના છોટા ઉદેપુર નગરપાલિકાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. પરંતુ એક મહિના જેટલા સમયથી ઇન્ચાર્જ ચીફ ઓફિસર છોટા ઉદેપુર નગરપાલિકા ખાતે ન આવતાં નગરપાલિકાના વિકાસના ન કામો અટકી ગયા છે. ઉપરાંત નગરપાલિકાના પગાર ન થતા મગર પાલિકાના પ્રમુખ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. જેનાથી કંટાળીને છોટા ઉદેપુર નગર પાલિકાના પ્રમુખ સંગ્રામસિંહ રાઠવાએ આજે બપોરે નગરપાલિકા કચેરીએ તાળાબંધી કરી દીધી છે.

છોટાઉદેપુર નગરપાલિકાના ચીફ ઓફિસર એ.એચ.સિંહા રજા ઉપર હોય કાલોલના ચીફ ઓફિસર ચાર્જ સોંપવામાં આવ્યો છે. જેના કારણે છોટાઉદેપુર નગરપાલિકામાં પ્રાથમિક સુવિધાઓમાં નગરજનોને ભારે મુશ્કેલી પડી રહી છે. તેમજ કર્મચારીઓનો પગાર પણ થયો નથી. આવનાર દિવસોમા તહેવારો આવી રહ્યા છે, જેની સુવિધાઓમાં પણ મુશ્કેલી ઉભી થઇ હોય વધુમાં કર્મચારીઓ પણ નિયમિત કચેરીમાં હાજર નહી રહેતા હોય પાલિકાના દરેક વિભાગના ટેબલો ખાલી જોઈ નગરપાલિકા પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા દ્વારા નગરપાલિકાને તાળાબધી કરી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20220829_202707.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *