Gujarat

છોટા ઉદેપુર સિવિલના ડોક્ટર સામે મહિલાએ છેડતીની ફરિયાદ નોંધાવી

છોટા ઉદેયપુર
છોટા ઉદેપુરની સિવિલ હોસ્પિટલમાં ડિલિવરી માટે આવેલી મહિલા સાથે ડોકટરે શારીરિક અડપલા કરતા મહિલાએ ડોકટર સામે છેડતીની ફરિયાદ કરી છે. છોટા ઉદેપુર તાલુકાના એક ગામમાં મહિલાને પ્રસુતાની પીડા ઉપડતાં ૧૦૮ દ્વારા છોટા ઉદેપુરની હોસ્પિટલમાં ગત ૩ તારીખના રોજ દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેની પ્રસૂતિ થતા જાેડિયા બાળકો જન્મ્યા હતા, જેમાંથી એક બાળકનું મોત થયું હતું જ્યારે બીજું બાળક પેટીમાં રાખવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલમાં મહિલા પોતાના બેડ ઉપર હતી ત્યારે ડોકટર વિકાસ પ્રજાપતિ રાઉન્ડમાં આવ્યા હતા, અને પીડિત મહિલાને અલગ રૂમમાં લઈ જઈને શારીરિક અડપલા કર્યા હતા. અને ત્યારબાદ પીડિત મહિલાએ પોતાના પરિજનોને આ અંગે જાણ કરતા હોબાળો થયો હતો. મહિલાએ ડોકટરે તેની સામે છેડતી કરી હોવાનો આક્ષેપ કરતા છોટા ઉદેપુર પોલીસ હોસ્પિટલ આવી હતી અને ડોક્ટરને લઈ જઈને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી છે. આ અંગે છોટા ઉદેપુર પોલીસે મહિલાની રજૂઆતના આધારે ડોકટર વિકાસ પ્રજાપતિ સામે છેડતીની ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ડૉ. વિકાસ પ્રજાપતિ આ તપાસ કરવાની ફરજનો ભાગ છે. અને પ્રસૂતિ પછી આવી તપાસ કરવી જરૂરી હોવાનું જણાવી મહિલાના આરોપને ખોટો હોવાનું જણાવી રહ્યા છે.

File-01-Page-35.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *