ભરૂચ
વેડચ પોલીસની ટીમ કારેેલી ગામમાં પેટ્રોલિંગમાં હતી. તે વેળાં આઇપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં પાંચ અલગ અલગ શખ્સોની બાતમી મળી હતી. જેના પગલે ટીમોએ અલગ અલગ દરોડા પાડ્યાં હતાં. જેમાં કોઠાવેગમાં સ્કૂલ પાસેથી પ્રકાશ ચંદુ પરમાર, દશરથ દલસુખ પઢિયાર, નરેશ રમેશ પરમારને જ્યારે વેડચ બંગલીયા વગામાં જયેશ ઠાકોર જાદવ તેમજ પ્રકાશ ચંદુ પરમારનેે ઝડપી પાડ્યાં હતાં. આરોપીઓ તેમના મોબાઇલમાં સોશિયલ મિડિયામાં પીકે, ડીએન, ફ્રેન્ડ્સ ફોર એવર, સીકેઆઇપીએલ, રાધે રાધે તેમજ ન્યુ ફ્રેન્ડ નામના ગ્રુપ બનાવ તેમાં ક્રિકેટ મેચ પર રન ફેર સહિતના અલગ અલ દાવ લગાડી હારજીતનો સટ્ટો રમતાં હોવાનું માલુમ પડ્યું હતું. જેના પગલે ટીમે તેમને ઝડપી પાડી તેમની પાસેથી કુલ ૩૬ હજારના મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.ભરૂચ જંબુસરના કારેલી ગામે વેડચ પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો. ટીમે અલગ અલગ સ્થળેથી ૫ શખ્સોને મોબાઇલમાં આઇપીએલ પર સટ્ટો રમતાં ઝડપી પાડ્યાં હતાં. ટીમે તેમની પાસેથી કુલ ૩૬ હજારના મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
