Gujarat

જમાલપુર-ખાડિયાના ઉમેદવાર વિરૂદ્ધ વોટ્‌સએપ ગ્રુપ, પ્રોફાઈલમાં છે આ ફોટો!…

અમદાવાદ
અમદાવાદની જમાલપુર ખાડીયા વિધાનસભા પરથી કોંગ્રેસે ઇમરાન ખેડાવાલાને ટિકિટ આપી છે. પરંતુ આ બેઠક પરથી શાહનવાઝ શેખે પણ ટિકિટ માંગી હતી. શાહનવાઝ માટે દ્ગજીેંૈં અને યુથ કોંગ્રેસના નેતાઓએ કોંગ્રેસ ઓફિસમાં વિરોધ પણ કર્યો હતો છતાં ઇમરાન ખેડાવાલાને ટિકિટ આપતા શાહનવાઝ જૂથના કાર્યકરોએ સોશિયલ મીડિયામાં કમાના નામનું ગ્રૂપ બનાવ્યું છે. જેમાં ઇમરાન ખેડાવાલાનો ફોટો રાખવામાં આવ્યો છે. જમાલપુર ખાડીયા વિધાનસભા પરથી શાહનવાઝને ટિકિટ ના મળતા જ તેમના જૂથના કાર્યકરોએ અગાઉથી જ ઇમરાન ખેડાવાલા વિરુદ્ધમાં પ્રચાર કરવાનું નક્કી કર્યું હતું. તે મુજબ હવે સોશિયલ મીડિયામાં પણ ઇમરાન ખેડવાલા વિરુદ્ધમાં પ્રચાર શરૂ કર્યા છે. વોટ્‌સએપમાં એક ગ્રૂપ બનાવ્યું છે. આ ગ્રુપનું નામ કમાને ગાંડો કરવાનો છે રાખવામાં આવ્યું છે. તથા ગ્રુપના પ્રોફાઈલ ફોટોમાં ઇમરાન ખેડાવાલાનો ફોટો રાખવામાં આવ્યો છે. આ ગ્રુપમાં શાહનવાઝ જૂથના કાર્યકરોએ ઇમરાન ખેડાવાલા વિરુદ્ધ ટિપ્પણી શરૂ કરી છે. ઇમરાન ખેડાવાલા વિરુદ્ધમાં મેસેજ કરવામાં આવી રહ્યા છે. આ ગ્રૂપ ઇમરાન ખેડાવાલા વિરુદ્ધમાં જ પ્રચાર કરવા માત્ર બનાવવામાં આવ્યું હોવાથી ગ્રુપમાં માત્ર ઇમરાન ખેડાવાલાના વિરોધીઓને જ રાખવામાં આવ્યા છે.

16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *