અહેવાલ ; સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ
ગુજરાત ના જાણીતા સંતો શ્રી ઇન્દ્રભારતી બાપુ , શ્રી શેરનાથ બાપુ ,શ્રી વિજય બાપુ વગેરે અનેક સંતો આશ્રમ ના સંતો મહંતો ના ઇન્ટરવ્યૂ લઇ અજાણી વાતો લોકો સમક્ષ મુકનાર ગુજરાત ના જાણીતા જર્નાલિસ્ટ વિજય ભાઈ જોટવા આજે શોશિયલ મીડિયા માં ખુબ જ છવાયેલા છે
જાણીતા પત્રકાર વિજયભાઈ જોટવા ને યુ-ટ્યુબ અને ફેસબુક તરફથી અનેક સન્માનો અને મેમેન્ટો મળ્યાં છે
ગુજરાત માં સોશિયલ મીડિયામાં સૌથી વધારે ઇન્ટરવ્યુ કરનાર પત્રકાર વિજય જોટવા સોશિયલ મીડિયામાં સોથી વધારે ફોલોવર્સ ધરાવે છે
ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ
”સુરીલો સંવાદ ”
એક મહિનામાં ચાર મિલિયન લોકો જુએ છે …
ગુજરાત માં ખુબ જ વધારે જોવાતો સાંસ્કૃતિક કાર્યક્રમ :સુરીલો સંવાદ” કે જે કલાકાર ની જીવન ની વાતો ને રજુ કરે છે અને કલાકાર ના કલા ના જીવન ને રજુ કરે છે પત્રકાર વિજયભાઈ જોટવા દરેક કલાકારો ના ઘરે જઈ અને આખો દિવસ કલાકાર કલાકાર સાથે સંવાદ કરી કલાકાર ના જીવન ની વાતો સાથે સાથે ગુજરાતી લોક સંગીત ની વાતો સંવાદ રૂપે કંડારી લોકો સમક્ષ મૂકે છે અત્યારે આ કાર્યક્રમ માં વિજયભાઈ જોટવા ને સૌથી વધારે વ્યૂઝ મળી રહ્યા છે અને કાર્યક્રમ ને લોકો વધાવી રહ્યા છે
ડી ડી ભારતી માં પ્રસારિત થયેલા આ તમામ એપિસોડ વિજય જોટવા યૂ ટ્યૂબ ચેનલ અને વિજય જોટવા નામના ફેસબુક પેજ પર પણ જોઈ શકાય છે હોવાની વિગતો સોની યોગેશ ભાઈ સતીકુંવર વેરાવળ દ્વારા જણાવ્યું હતું


