અમદાવાદ
સૌરાષ્ટ્રના રાજકોટ જીલ્લાના સુપ્રસિદ્ધ જગવિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની જગ્યા આવેલ છે , દેશ વિદેશથી પૂજ્ય જલારામ બાપાના દર્શને લાખો દર્શનાર્થીઓ આવે છે , પૂજ્ય જલાબાપાએ શરૂ કરેલ સદાવ્રત અન્નક્ષેત્ર ૨૦૦ વર્ષથી આજે પણ અવિરત ચાલુ છે , પૂજ્ય સંત શ્રી જલારામ બાપા સેવકો સાથે ભજન કરતા કરતા વિક્રમ સવંત ૧૯૩૭ મા વદને દશમીને બુધવારના દિવસે વૈકુંઠવાસ થયા હતા ત્યારથી ગુજરાતી માસ મુજબ મહા વદને દશમીના વિસે પૂજ્ય જલારામ બાપાનો નિર્વાણ દિન એટલે પૂછ્ય બાપાની ૧૪૧ મી પુણ્યતિથિ છે જે ૨૬ ફેબ્રુઆરીને શનિવારે છે , દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂજ્ય જલારામ બાપાની પુણ્યતિથિના દિવસે ૨૬ ફેબ્રુઆરી શનિવારના રોજ સમગ્ર વીરપુર ગામના તમામ નાના મોટા વેપારીઓ અને વીરપુર વેપારી એસોસિએશન પણ સંપૂર્ણપણે પોતાના રોજગાર ધંધા બંધ પાળીને પૂજ્ય જલારામ બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે, વીરપુર આવતા ભાવિકો, યાત્રાળુઓ માટે પૂજ્ય જલારામ બાપાની જગ્યા અને અન્નક્ષેત્ર તેમજ પૂજ્ય જલાબાપાના દર્શન રાબેતા સમય મુજબ ચાલુ રહેશે.