ગિરગઢડા
ભરત ગંગદેવ.
તા.૧૯/૭/૨૦૨૨ ના રોજ જલારામ ધુન મંડળ પરીવાર ના ૨૪ માં મંગલપ્રવેશ નિમિતે ધુન મંડળ દ્વારા આ દિવસની ઉજવણી ના ભાગ રૂપે સવારે પ્રાતઃ આરતી, બપોરે પૂજ્ય બાપા ને થાળ, અને સાંજના ૫ થી રાત્રી ના ૧૧ કલાક સુધી અખંડ હરીનામ સંકિર્તન (૬ કલાક) નું આયોજન કરાયું છે સાથોસાથ હરિધામ પરીવાર દ્વારા દરરોજ ચાલતા “હરી પ્રસાદ” નું પણ સાંજે ૬ થી ૮ વિતરણ કરવામાં આવશે
અલખ ના આરાધક સંતશ્રી જલારામ બાપાએ રઘુવંશી સમાજ ને આપેલ રામનામ મહામંત્ર ની ધુન નિ જ્યોતમાં વૃદ્ધો જ નહીં આજના યુવાનો પણ છેલ્લા ૨૩ વર્ષથી રોજ નવું દીવેલ પુરી રહ્યા છે
રામનામ મેં લીન હે, દેખત સબ મેં રામ….. ને વધુ ને વધુ પ્રજવલ્લીત કરવાના શુભ હેતુ સાથે આજ થી ૨૩ વર્ષ પહેલાં બે-ચાર યુવાનો દ્વારા અમરેલી માં શરૂ થયેલ શ્રી જલારામ ધુન મંડળ આજે વટવૃક્ષ બની ગયું છે. ઘણા યુવાનો તેમજ વૃદ્ધો મંડળ માં જોડાઇ ને રામનામ ધુન ના સાદને સમાજ ના ઘરે ઘર સુધી પહોંચતો કરી રહ્યા છે. શ્રી જલારામ ધુન મંડળ પરીવાર ૨૪ માં વર્ષ માં પ્રવેશી રહ્યું છે . આ મંડળ ના યુવાનો આજની ૨૧ મી સદીના અનેક યુવાનોને પણ એક રાહ દર્શાવી રહ્યા છે કે રામ નામ કે સિવા કુછ નહીં બાકી સબ બેનામ ….. પૂજ્ય જલારામ બાપા ની કૃપા મંડળ ના દરેક સભ્યો ના પરિવારો પર અવિરત વરસતી રહે એવી પ્રાર્થના
આ સમસ્ત આયોજન નું સ્થળ જલારામ મંદિર “હરિધામ” લીલીયા રોડ અમરેલી પર કરવામાં આવેલ છે

