જસદણ ન્યાયાલય ખાતે 26મી જાન્યુઆરીના દિવસે આન-બાન અને શાનથી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં જસદણ ન્યાયાલયના નામદાર મહેરબાન પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પી.એન નવીન સાહેબ તથા એડી. સિનિયર સિવિલ જજ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા ધ્વજવંદન કરવામાં આવેલ અને પ્રજાસત્તાક દિનની શુભકામના પાઠવવામાં આવેલ.આ તકે જસદણ ન્યાયાલયના કર્મચારીગણ, પોલીસ કર્મચારીગણ અને એડવોકેટશ્રીઓ હાજર રહેલ.


