કોરોના સંક્રમણ ચેપને નિયત્રણમાં લાવવા તેમજ જાહેર હિતમાં તમામની સ્વાસ્થ્ય સુખાકારીને ધ્યાને લઇ માહે જાન્યુઆરી- ૨૦૨૨ અંતર્ગત તા. ૨૭-૦૧-૨૦૨૨ ના રોજ યોજાનાર જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્ર્મ હાલ પુરતો મોકુફ રાખવામાં આવેલ છે. હવે પછી યોજાનાર જિલ્લા સ્વાગત કાર્યક્રમ અંગે સરકાર તરફથી સૂચના થયે નવી તારીખની જાણ કરવામાં આવશે તેમ નિવાસી અધિક કલેક્ટરશ્રીની યાદીમાં જણાવવામાં આવેલ છે.જેની સબંધિતશ્રીઓને નોંધ લેવા વધુમાં જણાવાયું છે.
