વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે પોષસુદ પૂનમના રોજ ભવ્ય શાકોત્સવ ઉજવાયો હતો. ભગવાન સ્વામિનારાયણે 200 વર્ષ પૂર્વે લોયાના સુરાખાચરના દરબારમાં 12 મણ ઘીનો વઘાર મૂકીને 60 મણ રીંગણનું શાક બનાવીને સંતો અને ભક્તોને ભાવથી જમાડ્યા હતા. ત્યારથી શાકોત્સવની શરૂઆત થઇ હતી. ત્યારે આજ રોજ જામકંડોરણા ના જસાપર ગામે ગૌશાળા મા શાકોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે આ શાકોત્સવ મા 80 કિલો રીંગણા નું શાક 45 કિલો શુદ્ધ ઘી બનાવી ભક્ત જનો પ્રસાદ લેશે આ શાકોત્સવ હરીદ્વાર સ્વામી નારાયણ મંદિર ના પુ. હરી વલ્લભ સ્વામી તથાં રાજકોટ ના રમણ સ્વામી ખીરસરા ના પુ. શાસ્ત્રી શ્રી ધર્મ સ્વરૂપ દાસજી સ્વામી સહીત ના સંતો ઉપસ્થિત રહ્યા છે અને વિશ્વ શાન્તિ માટે પ્રાર્થના કરી હતી.
આ શાકોત્સવ જામકંડોરણા ના જસાપર ગામે ગૌશાળા ખાતે બે હજાર થી વધુ હરી ભકતો ની સંગાથે ભજન કિર્તન ની સાથે પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું.
અહેવાલ અતુલ લશ્કરી


