છેલ્લા બે વર્ષથી ખનીજ માફિયાઓ જામકંડોરણાની ફોફળ નદીમાં ઠેક ઠેકાણે ખનન માફિયા દ્વારા ખુલ્લેઆમ રેતીનું ખનન કરી બેરોકટોક જેતપુરના લૂણગરા ગામે ગૌચરની જમીનમાં મસમોટા ઢગલા કરીને વેંચી રહ્યાં હોવા છ્ંતા તંત્રના આંખ આડા કાન
જેતપુર:
ગુજરાતભરમાં ખનીજ ચોરી એ એક સામાન્ય બાબત બની ચૂકી છે. ખનીજ માફિયાઓ બેફામ બની ખનીજ ચોરી કરતા રહે છે અને તંત્ર મૂક પ્રેક્ષક બની ને જોતું રહે છે, રાજકોટ જિલ્લાના જામકંડોરણા વિસ્તારની ફોફળ નદીમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે.રાજકીય ઓથ નીચે ચાલતી આ ખનીજ ચોરી ખુલ્લેઆમ થઈ રહી હોવાછતાં જવાબદાર તંત્ર ભેદી મૌન સાધી બેઠું છે. આ અંગે અમારી ટીમે મામલતદાર,ખાણ ખનીજ તંત્રને જાણ કરતાં તોએ અજાણ હોવાનો ડોળ કર્યો હતો.
જામકંડોરણા અને જેતપુર ની વચ્ચે ખનીજ તસ્કરોએ તંત્રને ગુલામ બનાવી દીધું હોવાની લોકચર્ચા સાંભળવામાં આવી રહી છે. ચાંદીની ખાણ ગણાતી ફોફળ નદીમાં’ અંધેરી નગરી ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજાં’ની કહેવતને પણ શરમાવે તેવો ઘાટ સર્જાયો છે. તંત્રની રહેમ નજર ગણો કે તંત્રની બેદરકારી ગણો. પરંતુ ફોફળ નદીમાં કોઈની પણ સાડાબારી રાખ્યા વિના ખનીજ માફિયાઓએ ખનીજ ચોરીની ટંકશાળ પાડી દીધી છે. ફોફળ નદીમાં ઠેક ઠેકાણે ખનન માફિયા દ્વારા ખુલ્લેઆમ રેતી ખનન કરી બેરોકટોક વહન કરવામાં આવી રહ્યુ છે. આ ખનન છેલ્લા બે વર્ષથી થઈ રહ્યું હોવાના સ્થાનિક લોકોએ આક્ષેપો કર્યા હતા
વહિવટીતંત્રના કારોબાર સામે પણ સવાલો અને શંકાકુશંકાઓ ઉભી થવા પામી છે. સર્વત્ર વહીવટી તંત્રની નિષ્કાળજીને કારણે ખનન માફિયા બેફામ બની ગયા છે. આ તમામ જગ્યાઓએ રેતી ખનન કરી ટ્રેકટરો અને ટ્રકો મારફતે સરેઆમ ખનીજ વહન કરે છે, ત્યારે રસ્તામાં કોઈ પણ જગ્યાએ તેઓને રોકવામાં આવતા નથી. જે ખનીજ માફિયા ઓની પહોચનો અંદાજ બતાવે છે.
તાલુકામાં ખાણખનીજ અને પરિવહન મામલે કોઈ તંત્રની શહેશરમ રહી નથી એ સ્પષ્ટ દેખાય છે. તદ્ઉપરાંત તંત્રની કામગીરી મુજબ છીંડે ચડ્યો એ જ ચોર બાકી સહુ શાહુકાર ગણાય છે. પરંતુ જામકંડોરણા વિસ્તારમાં તંત્રની કોઈ વાડ જ જોવા મળતી નથી.
ફોફળ નદીમાંથી ખનીજ રેતી ચોરી કરીને ખનીજ માફિયાઓને જાણે તંત્ર કે કોઈનો ડર ના હોય રીતે જેતપુર તાલુકાના લુણાગરા ગામની ગૌચરની જમીનમાં ભેગી કરીને તેનો સંગ્રહ કરવામાં આવ્યો છે આ વાત ગ્રામજનો તેમજ જનતા સારી રીતે જાણે છે પરંતુ ખનીજ ચોરી બતાવી રહ્યા છે પરંતુ કેમેરા સામે આવા થી ડરી રહ્યા છે તેનું કારણ એક જ છે જો આવા કોઈ ખનીજ માફિયાઓ સામે પડે તો ખનીજ માફિયાઓ દ્વારા હુમલો કરે છે તેવા ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે
બોક્સ–લુણાગરાની ગૌચર જમીનમાં ખનીજ ચોરીની રેતી એકઠી કરાતી હોવાનો ગ્રામ્યજનોનો આક્ષેપ
જામકંડોરણાની ફોફળ નદીમાંથી રાત્રિના સમયે રેતી ચોરી કરીને ખનીજ માફિયાઓ જેતપુર તાલુકાના લુણાગરા ગામની ગૌચર જમીનમાં એકઠી કરે છે.આ અંગે ગ્રામ્યજન દિવ્યેશભાઈએ જણાવ્યું હતું કે જ્યાં રેતી ચોરી કરીને એકઠી કરાઈ છે તે લુણાગરા ગામના સર્વે નંબર 258ની ગૌચરની જમીન છે.છેલ્લા બે વર્ષથી ઉનાળામાં થતી આ ખનીજ ચોરી અને અહીં કરાતાં ઢગલાના કારણે ગામના પશુઓને ચરાવવા ક્યાં તે પ્રશ્ન ઉભો થાય છે.આ અંગે અનેક વખત ફરિયાદ થઈ છતાં તંત્ર તપાસનું નાટક કરીને કોઈ જ કાર્યવાહી કરતું નથી.
જામકંડોરણા તાલુકામાં આવેલ ફોફાળ નદીમાંથી રેતી ચોરી કરી જેતપુર તાલુકાના લુણાગરી ગામની ગૌચરની જમીનમાં આ તમામ રેતીનો સંગ્રહ કરવામાં આવી રહી હોય ત્યારે જેતપુર તાલુકાના મામલતદાર શ્રી નો મીડિયાએ સંપર્ક સાંધતા મામલતદાર અજાણ હોય જ્યારે આ બાબતે ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હોય જેથી રેતીનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે તે સીજ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી બાહેંધરી આપી હતી
બોક્સ—-ખનીજ ચોરી રોકવાની જેની જવાબદારી છે તે ખાણ ખનીજ વિભાગના અધિકારીનું ભેદી મૌન
જામકંડોરણા વિસ્તારની ફોફળ નદીમાં ખનીજ માફિયાઓ દ્વારા થઈ રહેલી બેફામ ખનીજ ચોરીનો અમારી ટીમે પર્દાફાશ કર્યો હતો. રાજકીય ઓથ નીચે ચાલતી આ ખનીજ ચોરી ખુલ્લેઆમ થઈ રહી હોવાછતાં જવાબદાર તંત્રો ભેદી મૌન સાધી બેઠા છે. આ અંગે રાજકોટ જિલ્લામાં ખનીજ ચોરી રોકવાની જેની જવાબદારી છે તે ખાણ ખનીજ વિભાગના અધિકારી શ્રી વાઢેરને ટેલિફોનિક સંપર્ક કરીને આ ચોરી અંગેની માહિતી આપી હતી. પરંતુ, આ ખનીજ ચોરીમાં પાછળ રહેલા રાજકીય માથાઓનું શ્રી વાઢેરને દબાણ ગયું હોય તેઓ અમારી ટીમના ફોન ઉપાડતાં બંધ થઈ ગયા હતાં. આવા અધિકારીઓ રાજકીય દબાણ હેઠળ જાગૃત નાગરિક અને મીડિયાની ખનીજ ચોરીની હક્કીકત સાંભળવા તૈયાર ન હોય તેઓ ખનીજ ચોરી શું પકડવા જવાનો તેઓ પ્રશનાર્થ જાગૃત નાગરિકોમાં ઉઠવા પામ્યો છે.
હરેશ ભાલીયા જેતપુર