જામનગર
જામનગર શહેરના મધ્યમાં આવેલા રાજાશાહી વખતના ચાંદીબજાર બુગદાના નામે પ્રખ્યાત સોના-ચાંદીના વેપારીઓની દુકાનો રવિવારે બપોર બાદ મોટા ભાગે બંધ હોય છે. આ બંધનો લાભ લઇ એક મહિલા અને પુરુષ બુગદામાં ધૂસી ગયાં હતાં અને તેમને કેમેરાનો ખ્યાલ ન હોય તેમ કેમેરા સામે જ આપત્તિજનક સ્થિતિમાં ક્રીડા કરવાની શરૂ કરી હતી. આ બધી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. એ બાદ ધીમે ધીમે વાઇરલ થતાં ચાંદીબજારના વેપારીઓમાં ભારે ચકચાર જાગી છે. આ બનાવે એક બાજુ સરાજાહેર વાંધાજનક સ્થિતિમાં ક્રીડા કરતા યુગલ તો બીજી બાજુ સુરક્ષાનો સવાલ પણ ઊભો થયો છે. નવાઇની વાત તો એ છે કે આ વિસ્તારમાં રહેણાક મકાનો પણ આવેલાં છે. ત્યારે આપતિજનક સ્થિતિમાં યુગલ સીસીટીવી કેમેરામાં કેદ થતાં આજુબાજુ પરિવારજનો પણ ક્ષોભભરી સ્થિતિમાં મુકાઇ ગયાં છે.જામનગર શહેરના મધ્યમાં આવેલા ચાંદીબજાર બુગદામાં રવિવારના જ્યારે આખો વિસ્તાર સૂમસામ હોય છે ત્યારે એક મહિલા અને પુરુષ બુગદામાં સરાજાહેર વાંધાજનક સ્થિતિમાં ક્રીડા કરતાં કેમેરામાં કેદ થઇ જતાં આ બાબતે વેપારીઓમાં ભારે ચર્ચા જાગી છે. આ વાંધાજનક સ્થિતિનો વીડિયો વાઇરલ થતાં વેપારીઓમાં ભારે નારાજગી જાગી છે અને ચાંદીબજારમાં સુરક્ષા અંગેના સવાલો ફરી એકવાર ઊભા થયા છે.
