જામનગર
જામનગરમાં સુમે૨ કલબ રોડ પર હાથી કોલોની શેરી નંબર-૧માં રહેતા અને ઉદ્યોગનગર વિસ્તારમાં બ્રાસપાર્ટનું એકમ ધરાવતા અગ્રણી ઉદ્યોગપતિ રામજીભાઈ આંબાભાઈ ગઢીયાની વી૨૫૨ ગામે આવેલી ૮ વીઘા ખેતીની જમીન ભરતપુર ગામમાં રહેતા રસિક ખીમજીભાઇ ઉર્ફે ખીમાભાઇ ઘાડીયાને વાવેતર કરવા આપી હતી. પરંતુ જમીન પરત નહીં આપી પચાવી પાડી અને આરોપીએ પતાવી દેવાની ધમકી આપતા આ અંગે રામજીભાઇ ગઢીયાએ આરોપી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા આરોપી સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી રામજીભાઈ ગઢીયાએ આજથી અઢી વર્ષ પહેલાં ભરતપુરના આરોપી રસિક અને તેના પિતા ખીમજીભાઈ કે જેઓએ પોતાની ૮ વિઘા જેટલી ખેતીની જમીન જામનગર તાલુકાના વી૨૫૨ ગામે આવેલી છે, જે જમીન પિતા પુત્ર પાસેથી વેચાણથી લઈ લીધી હતી, અને તેના વેચાણ દસ્તાવેજાે પણ કરી આપ્યા હતા. દરમિયાન લોક ડાઉન લાગુ પડી જતાં જમીન ખાલી પડેલી હોવાથી પિતા-પુત્ર દ્વારા ત્યાં વાવેતર શરૂ કરી દેવાયું હતું. જેથી ફરિયાદી રામજીભાઈ દ્વારા આ બાબતે પૂછવામાં આવતાં તેઓએ જણાવ્યું હતું કે હાલ લોકડાઉન છે, અને જમીન ખાલી છે, જેથી તેમાં અમેં એક પાક તૈયાર કર્યો છે. જે ઉતારીને ખાલી કરી આપીશું. પરંતુ તે તે પાક ઉતારી લીધા પછી પિતા પુત્રએ ફરીથી તેમાં બીજું વાવેત૨ કરી લીધું હતું. રામજીભાઈ દ્વારા આ બાબતે પૂછવામાં આવતાં આખરે પુત્ર રસિકભાઈ વિફર્યો હતો, અને જમીન ખાલી નહીં કરતાં આખરે ઉદ્યોગ પતિ દ્વારા જિલ્લા કલેકટર સમક્ષ અરજી કરવામાં આવી હતી. જેના અનુસંધાને પોલીસ તપાસનો આદેશ થયો હતો, સાથો સાથ ગ્રામ્ય વિભાગનાપ્રાંત અધિકારી અને ગ્રામ્ય મામલતદારની ટીમ દ્વારા સરવે કરાયું હતું. જેમાંપિતા-પુત્ર એકાદ મહિનામાં જમીન ખાલી કરી આપશે તેવું લખાણ પણ કરી આપ્યું હતું, જેથી રામજીભાઈની પ્રથમ અરજી ફાઇલ કરી દેવાઈ હતી. જેની જાણ થવાથી પુત્ર રસિક ખીમાભાઈ, કે જેણે જમીન ખાલી કરવાનો ઇન્કાર કરતાં આખરે રામજીભાઈ દ્વારા ફરીથી જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, અને અરજી કરાઈ હતી. આ સમગ્ર મામલાની તપાસ જામનગર ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી કુણાલ દેસાઈ દ્વારા ચલાવવામાં આવી રહી છે.જામનગરના અગ્રણી ઉદ્યોગકારની વીરપર ગામમાં આવેલી ખેતીની જમીન પચાવી લેનાર સામે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જમીનના વેચાણના દસ્તાવેજ કરી આપ્યા પછી લોકડાઉનમાં વાવેતર કરીને જમીન ખાલી નહીં કરતાં આખરે સમગ્ર મામલો પોલીસ મથકે લઇ જવાયો હતો.
