Gujarat

જામનગરના બે ગામોમાં ૨૬.૫૫ લાખની વિજચોરી ઝડપાઈ

જામનગર
જામનગરમાં શહેર અને જિલ્લામાં વીજકંપની દ્વારા સોમવારથી પુનઃ કોર્પોરેટ ચેકીંગ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ત્રીજા દિવસે વિજતંત્રની ૩૧ટીમ ભાણવડ તથા કલ્યાણપુર પંથકમાં ત્રાટકી હતી. ચાલેલા વિજચેકીંગ દરમ્યાન વીજ તંત્રના અધિકારીઓએ કુલ ૩૦૨વીજ જાેડાણ ચેક કર્યા હતાં. જે પૈકી ૫૨વીજ કનેક્શનમાં ગેરરિતી ઝડપાતા રૂ.૨૬.૫૫ લાખના દંડનીય વીજ ચોરી કરનાર આસામીઓને ફટકારવામાં આવ્યા હતાં. વીજ ચેકીંગની કામગીરી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ૨૦ લોકલ પોલીસ, ૭ એક્સ આર્મી, એસઆરપીનો બંદોબસ્ત જાળવ્યો હતો. વિજચેકીંગની કામગીરીનું રેકોર્ડીંગ કરવામાં આવ્યું હતું. જામનગરમાં વીજચોરીને ડામવા પીજીવીસીએલ દ્વારા પુનઃ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત છેલ્લા ૩ દિવસમાં જામનગર સર્કલના અલગ-અલગ વિસ્તારમાં પીજીવીસીએલની ચેકિંગ ટીમ દ્વારા ૭૫.૪૮કરોડથી વીજચોરી ઝડપી પાડી છે.જામનગર જિલ્લામાં વિજતંત્રની ૩૧ટીમ દ્વારા ભાણવડ તથા કલ્યાણપુર પંથકમાં વિજચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમ્યાન ૩૦૨વીજ જાેડાણમાંથી ૫૨માં ગેરરીતિ ખૂલતા વીજચોરી કરનાર આસામીઓને કુલ રૂ.૨૬.૫૫લાખના દંડનીય બીલ ફટકારવામાં આવ્યા હતાં. વીજ ચેકીંગ દરમ્યાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એસઆરપી તથા એક્સ આર્મી મેન જવાનોએ ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો.

File-01-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *