જામનગર
દર વર્ષની જેમ આ વર્ષે પણ વાલસુરા નેવી દ્વારા જામનગર શહેરના લાખોટા તળાવ ખાતે હાફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના આશરે ૨૫૦૦ થી ૩૦૦૦ જેટલાં યુવાઓ તથા નાગરિકો જાેડાયા હતા. આ વેળાએ શહેરીજનોમાં મતદાન પ્રત્યે વધુમાં વધુ જાગૃતિ આવે તેમજ જામનગર જિલ્લો ૧૦૦ ટકા મતદાનના લક્ષ્યાંકને હાંસલ કરે તે હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારધીએ આ મેરેથોન દોડમાં સહભાગી થઈ નાગરિકોને લોકશાહીના પર્વમાં જાેડાઈ અચૂક મતદાન કરવા અપીલ કરી હતી.આ માટે જિલ્લા ચૂંટણી તંત્ર અને સ્વિપ એક્ટિવિટી અંતર્ગત મેરેથોનના રૂટ પર પોસ્ટર્સ તેમજ બેનર્સ લગાવી મતદારોને મતદાન જાગૃતિનો સંદેશો પાઠવાયો હતો. આ પ્રસંગે ખર્ચ ઓબઝર્વર રાય માહિમાપત રે, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, સનદી અધિકારી પ્રમોદ કુમાર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કલ્પના ગઢવી, શહેર પ્રાંત અધિકારી ડી.ડી.શાહ, સ્વિપ નોડલ ફોરમ કુબાવત વગેરે પણ નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવા અનુરોધ કર્યો હતો.
