Gujarat

જામનગરના ૧૨ લાભાર્થી બાળકોને કલેક્ટરના હસ્તે કીટ વિતરણ કરાયું

જામનગર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પીએમ કેર ફોર ચિલ્ડ્રન યોજના જાહેર કરવામાં આવી છે. જેનું અમલીકરણ મહિલા અને બાળવિકાસ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. આ યોજના હેઠળ કોરોના સંક્રમણથી જે બાળકના માતા – પિતા બન્ને અથવા કોઈ એકનું અવસાન થયું હોય, હાલના સર્વાઇવિંગ પેરેન્ટસનું કે દત્તક વાલીનું અવસાન થયું હોય તેવા બાળકોના સર્વાગી વિકાસ માટે આ યોજના હેઠળ બાળક ૨૩ વર્ષનું થાય ત્યારે રૂ.૧૦ લાખની સહાય મળવા પાત્ર છે. બાળકોની વચ્ચે આવીને આજે મને સંતોષ મળ્યો છે. દેશની સંવેદના બાળકોની સાથે છે. તમારા સપના પૂર્ણ કરવા આખો દેશ તમારી સાથે છે. માં ભારતી તમામ બાળકોની સાથે છે. દેશભરમાં અનાથ થયેલા બાળકોની મદદ અને તેમના સર્વાંગી માટે સરકાર હંમેશા તત્પર છે. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારઘી, અધિક નિવાસી કલેક્ટર મિતેષ પંડ્યા, સાશક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, બાળ કલ્યાણ સમિતિમાંથી હર્શિદાબેન પંડ્યા, ચમનભાઈ સોજીત્રા, સમાજ સુરક્ષા અધિકારી પ્રાર્થનાબેન સિરસિયા, બાળ સુરક્ષા અધિકારી જ્યોત્સનાબેન હરણ, જેજેબી સભ્યોમાંથી ક્રિષ્નાબેન, એમ. એન. કગથરા, પોસ્ટ ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ , શ્રમ અધિકારી તેમજ સીએચઓ આ ઉપરાંત ૧૨ બાળકો, તેમના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં. આ તમામ બાળકોને જમવા તેમજ લેવા મૂકવા માટેની સગવડ પણ તંત્ર દ્વારા કરવામાં આવી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જામનગરમાં પ્રધાનમંત્રી કેર ફોર ચિલ્ડ્રન યોજનાનું લોંચિંગ કરવામાં આવ્યું હતું. આ તકે જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં કલેક્ટર ડૉ. સૌરભ પારધીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. આ યોજના હેઠળ મંજૂર થયેલા જામનગર જિલ્લાના ૧૨ લાભાર્થી બાળકોને કલેક્ટર દ્વારા કીટ વિતરણ કરવામાં આવી હતી. જેમાં બાળકોને નામ સ્નેહપત્ર, કલેક્ટરનું સર્ટિફિકેટ, પીએમજેએવાય-એમએ કાર્ડ, સ્કૂલ બેગ, શાળાએ જતા ધો.૧ થી ૧૨નાં બાળકોને સ્કોલરશીપની સહાય અને સ્ટેશનરીની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *