જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભામોદીના
જન્મદિવસ નિમિત્તે ‘અંગદાન સંકલ્પ દિવસ‘ની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત સંસ્થાના
અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા અંગદાન કરવા અંગે શપથ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત અંગદાન
જાગૃતિ વિષય પરના વિવિધ વિડિયો દર્શાવીને અને અંગદાન જાગૃતિ માટેના પોસ્ટર ડિસ્પ્લે કરવામાં
આવ્યા હતા.
