જામનગર
જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ૪૫ શાળાઓ કાર્યરત છે જેમાં ૧૨૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ છે. કોરોના મહામારીના કારણે હાલ ઓનલાઈન શિક્ષણ શરૂ હોવાના કારણે માત્ર ૨૫ ટકા જેટલા જ વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે એમ કહી શકાય કે ૩ હજાર જેટલા વિદ્યાર્થીઓ જ હાલ ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે જ્યારે બાકીના ૯ હજાર જેટલા વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહ્યા છે. પરિવારમાં એક મોબાઈલ હોવાના કારણે વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણમાં જાેડાઈ શકતા નથી. ઘણી વાર તો રિચાર્જ પૂરું થઈ ગઈ હોય કે મોબાઈલ ચાર્જ ન થયો હોય અથવા કોઈ પણ પ્રકારના ટેકનિકલ પ્રોબલેબના કારણે વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણથી વંચિત રહે છે. બીજી તરફ વાલીઓએ ઓનલાઈનના બદલે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે. નાના બાળકોને ઓનલાઇન શિક્ષણ મેળવવામાં ખૂબ મુશ્કેલી પડે છે. મોબાઈલ પર ઓનલાઈન શિક્ષણના કારણે વિદ્યાર્થી નિયમિત શિક્ષણ મેળવી શકતા નથી જેથી સરકાર ઝડપથી ઓફલાઈન શિક્ષણ શરૂ કરે તેવી વાલીઓની માંગ છે. સરકારને શાળાઓ ફરીથી શરૂ કરવા માટે વિચારણા કરી ર્નિણય કરવો જાેઇએ તેવી પણ રજૂઆત કરી છે. શિક્ષકો વેક્સિનેશનની કામગીરીમાં રોકાયેલા હોય તેમજ શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હોય ત્યારે પણ શિક્ષણ મેળવી શકતા નથી. જાેકે, હાલ કોરોનાના કેસો ઓછા થઈ રહ્યા છે અને અન્ય કેટલીક છૂટછાટો સાથે શાળાઓમાં ઓફલાઇન શિક્ષણની છૂટ આપવી જાેઈએ તો બાળકો નિયમિત શાળાએ જઈને ઓફલાઈન શિક્ષણ મેળવી શકે.
