જામનગર
જામનગરના પટેલ કોલોની રહેણાક મકાનમાં એલસીબી પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં ૧૨ જુગારીયા ઝડપાયા હતા. પોલીસે રુપિયા ૭.૬૧ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જામનગરના ધમધમતા વિસ્તાર એવા પટેલ કોલોની શેરી નં- ૯ના પૂજા એવન્યુ વીંગ-૨/૧૦૨ માં સાગર કિશોરભાઈ સોમિયા બહારથી માણસો બોલાવી ઘોડીપાસાની જુગારની ક્લબ ચલાવતો હોવાની બાતમી એલસીબીના કિશોર પરમાર અને ઘનશ્યામ ડેરવાડીયાને મળતા રહેણાંક મકાનમાં દરોડો પાડયો હતો. જેમાં ૯૨ હજારની રોકડ, ૫ નંગ ઇંગ્લિશ દારૂની બોટલ, સ્વીફ્ટ કાર, ટુ વ્હીલર વાહનોનો મુદ્દામાલ સહિત ૭.૬૧ લાખની મત્તા કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અચાનક દરોડાના પગલે નાસભાગ મચી ગઈ અને ભલામણોના દોર શરૂ થયા હતા, પરંતુ કોઇની કારી ફાવી નહીં અંતે લોકબની હવા ખાવાનો વારો આવ્યો હતો. આ કાર્યવાહી પો ઇન્સ. જેવી ચૌધરીની સુચનાથી પો.સ.ઇ. આર.કે.કરમટા તથા પો.સ.ઇ. એસ.પી.ગોહિલ, એલ સી.બી. સ્ટાફના એ.એસ આઇ માંડણ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરત પટેલ તથા પોલીસ હેડ કોન્સ્ નાનજી પટેલ, શરદ પરમાર, દિલીપ તલવાડીયા, હીરેન વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપ ધાધલ, વનરાજ મકવાણા, ધાના મોરી, અશોક સોલંકી, ધમેન્દ્રસિંહ ડી. જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ધનશ્યામ ડેરવાળીયા તથા પોલીસ કોન્સ્ ફીરોજ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, ર્નિમળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોર પરમાર, રાકેશ ચૌહાણ, બળવંતસિંહ પરમાર, સુરેશ માલકીયા, દયારામ ત્રિવેદી, ધમેન્દ્રસિંહ જાડેજા અને ભારતીબેન ડાંગર વગેરે દ્વારા કરવામાં આવી છે.
