જામનગર
જામનગર જિલ્લામાં પ્રેમસંબંધની અજીબો ગરીબ ઘટના સામે આવી છે, જેમાં લાલપુર તાલુકાના માધુપુર ગામે રહેતા યુવકને જામનગરના દરેડ ગામે રહેતી તેના જ કુટુંબની પિતરાઈ બેન સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. સમયાંતરે બંને વચ્ચેનો પ્રેમ એટલો ગાઢ બની ગયો કે એકબીજા વગર રહેવું મુશ્કેલ લાગવા લાગ્યું હતું. કુટુંબમાં રહીને પ્રેમને એકાત્મનું રૂપ આપવું શક્ય ન જણાતાં બંને એ ઘરેથી ભાગી છૂટવાનો નિર્ધાર કર્યો હતો. આખરે એક દિવસ એવો આવ્યો કે બંને એકસાથે ઘર છોડી ભાગી છૂટ્યાં હતાં. આ બાબતની બંનેના પરિવારને જાણ થતાં બંનેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. બીજી તરફ ઘરેથી ભાગી છૂટ્યા બાદ બંનેએ વિચાર કર્યો કે આ સંબંધને સંસારનું રૂપ આપવું શક્ય નથી, લગ્ન કરવા સંભવ નથી. એવો ખ્યાલ આવતાં બંનેએ માધુપુર ગામે એકસાથે ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. બંને પિતરાઈએ ઝેરી દવા પી અંતિમ પગલું ભરી લીધું હોવાની જાણ થતાં જ યુવાનના પરિવારજનોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બંનેને જામનગર હોસ્પિટલ ખસેડ્યાં હતાં, જ્યાં યુવતીને મૃત જાહેર કરવામાં આવી હતી, જયારે યુવાનની હાલત ગંભીર જણાતાં તેની સઘન સારવાર શરૂ કરવામાં આવી છે. આ બનાવની જાણ થતાં લાલપુર પોલીસે હોસ્પિટલ પહોંચી યુવાનના પિતાનું નિવેદન નોંધ્યું હતું. એમાં ઉપરોક્ત વિગતો જાહેર થઇ હતી. આ બનાવને પગલે જિલ્લાભરમાં ચકચાર મચી છે.જામનગર દરેડ ગામમાં રહેતી યુવતીને લાલપુર તાલુકાના માધવપુર ગામમાં રહેતા યુવક સાથે પ્રેમ થયો હતો. જાેકે આ યુવક તેનો પિતરાઈ ભાઈ છે. પ્રેમ ક્યારે અને કોની સાથે થઈ જાય એ સમય પર જ આધાર રાખે છે. આવો પ્રેમ લાલપુર પંથકનાં બે વિજાતીય પિતરાઈ ભાઈ-બહેન વચ્ચે પાંગર્યો હતો. ત્યારે સમાજ આ સબંધને ક્યારેય નહિ સ્વીકારે, એમ લાગતાં બંને ઘર છોડી ભાગી છૂટ્યાં હતાં, પણ આ સંબંધને સંસારનું રૂપ આપવું શક્ય નહિ લાગતાં આખરે આ પ્રેમી જાેડાએ સજાેડે વિષપાન કરી ફાની દુનિયા છોડવાનો અંતિમ પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસે પણ એકબીજાને સાથ ન આપ્યો અને યુવતીનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે યુવાન જીવન-મરણ વચ્ચે હોસ્પિટલમાં ઝાલાં ખાઈ રહ્યો છે.


