Gujarat

જામનગરમાં મધરાતે રાજકોટની સ્વિફ્ટ કારમાંથી રૂ. ૨૪ લાખ રોકડા જપ્ત કરાયા

જામનગર
જામનગરમાં ગુલાબનગર પોલીસ ચોકી પાસે વિક્ટોરિયા પુલ નજીક આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને બંદોબસ્તમાં રહેલી સ્ટેટિક સર્વેલસની ટીમને સ્વીફ્ટ કારમાંથી ૨૪ લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. રાત્રે બનેલી આ ઘટનાના પગલે અધિકારીઓ ચોંકી ઉઠ્‌યા હતા અને કારચાલકની પૂછપરછ હાથ ધરી હતી. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને પગલે બિન હિસાબી રોકડની હેરફેર પર નજર રાખવા માટે તંત્ર દ્વારા ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે જામનગરમાં ગુલાબનગર પોલીસ ચોકી નજીક વ્હોરાના હજીરા પાસેથી પસાર થતી જીજે – ૦૩ એમઈ – ૯૬૦૦ નંબરની એક સ્વીફ્ટ કારમાંથી ૨૪ લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. આટલી મોટી રકમ મળતાની સાથે જ ચૂંટણી સંબંધીત કામગીરી કરતી સ્ટેટીક સર્વેલન્સ ટીમ (એસએસટી) તરત જ હરકતમાં આવી ગઈ હતી અને આ લખાઈ રહ્યું છે ત્યારે બુધવારે રાત્રે ૧૨ઃ૦૦ વાગ્યે કારચાલકની ઘનિષ્ઠ પૂછતાછ શરૂ કરવામાં આવી છે.

File-01-Page-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *