Gujarat

જામનગર અને કાલાવડ તાલુકાને મળી રૂ.૮ કરોડના વિકાસકાર્યોની ભેંટ

વિશ્વાસ થી વિકાસ” કાર્યક્રમ અંતર્ગત કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે કાલાવડ ખાતેથી વિકાસના કાર્યોના ઈ- લોકાર્પણ અને ઈ- ખાતમુહૂર્ત કર્યા

 

કાલાવડ અને જામનગરમાં રૂ.૭.૦૯ કરોડની રકમના ૨૭૨ વિકાસના કાર્યોના ઈ- ખાતમુહૂર્ત અને રૂ.૬૬ લાખની રકમના ૫૭ વિકાસ કાર્યોનું ઇ- લોકાર્પણ કરવામાં આવ્યું

 

ગુજરાતની ડબલ એન્જિન સરકારે લોકોના વિશ્વાસને સાથે રાખી વિકાસના અવિરત કાર્યો કર્યા છે : કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

 

જામનગર તા.૧૨ સપ્ટેમ્બર, સપ્ટેમ્બર, ગુજરાત સરકાર દ્વારા તા.૧૨ અને તા.૧૩ સપ્ટેમ્બરના રોજ વિશ્વાસ થી વિકાસ યાત્રા કાર્યક્રમનું દરેક જિલ્લાઓમાં આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા.૧૨ સપ્ટેમ્બરના રોજ રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કાલાવડ નગરપાલિકા હોલ ખાતે પ્રાંત કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મંત્રીશ્રીના હસ્તે જામનગર અને કાલાવડ તાલુકાના વિસ્તારોમાં રૂ ૮ કરોડની રકમના વિકાસકાર્યોનાં ઈ-લોકાર્પણ અને ઈ- ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. જેમાં રૂ.૭.૦૯ કરોડની રકમના ૨૭૨ વિકાસકાર્યોનું ઈ- ખાતમુહૂર્ત અને રૂ.૬૬ લાખની રકમના ૫૭ વિકાસકાર્યોનું ઈ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

 

વિશ્વાસ થી વિકાસ યાત્રા કાર્યક્રમમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા જનતાની સુખાકારી માટે વિકાસના અવિરત કર્યો કરવામાં આવી રહ્યા છે. વિશ્વાસ થી વિકાસ યાત્રા કાર્યક્રમ અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં વિકાસકાર્યો નાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે. અને દેશના વિકસિત અર્થતંત્રને વધુ વેગવંતુ બનાવવા માટે ગુજરાત મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. જામનગર અને કાલાવડ તાલુકાના લોકોને વિવિધ વિકાસ કાર્યોની ભેંટ મળતા જનતાની સુખાકારીમાં ઉમેરો થશે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળની ડબલ એન્જિન સરકાર લોકોના વિશ્વાસને સાથે રાખીને વિકાસના અવિરત કાર્યો કરી રહી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ સરકારે કરેલા કાર્યોની વિશ્વભરમાં નોંધ લેવાઈ છે. ખેડૂત, મહિલા, બાળકો, આરોગ્ય, શિક્ષણ, વીજળી, ઔધોગિક જેવા ક્ષેત્રોમાં વિકાસના અનેક કર્યો થઈ રહ્યા છે. છેવાડાના માનવીને પણ મદદરૂપ થઈને સરકાર લોકોપયોગી કાર્યો કરી રહી છે. અને લોકોની સુખાકારીમાં વધારો થયો છે. તમામ વર્ગના લોકોને સાથે રાખીને કાર્યો કરવા એ સરકારની નેમ છે. ત્યારે જામનગર જિલ્લાને પણ અનેક વિકાસકાર્યો ભેંટ મળવાથી લોકોને ફાયદો થશે.

 

આ કાર્યક્રમમાં મહાનુભાવોનું કઠોળની કીટ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ “વિશ્વાસ થી વિકાસ” અંગેની ફિલ્મ નિહાળી હતી.

 

આ કાર્યક્રમમાં કલેકટર શ્રી ડો. સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહિર પટેલ, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી ગોમતીબેન ચાવડા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મુકેશભાઈ ડાંગરિયા, શ્રી હસમુખભાઈ ફાચરા, કાલાવડ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી સંજયભાઈ, શ્રી હસુભાઈ વોરા, શ્રી અજમલભાઈ, જામનગર (ગ્રામ્ય) પ્રાંત અધિકારી શ્રી ધાર્મિક ડોબરીયા, કાલાવડ મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી ગોહિલ, અધિકારીશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી હરીદેવ ગઢવી અને શ્રીમતી શ્વેતા ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *