Gujarat

જામનગર એસ.ટી. નિગમ દ્વારા દિવાળી પર્વ નિમિત્તે એક્સ્ટ્રા બસની ફાળવણી

જરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા દિવાળી-નૂતનવર્ષના તહેવારોને ધ્યાને રાખીને આગામી તા.૩૧/૧૦/૨૦૨૨ સુધી મુસાફરોને અવર-જવર કરવા માટે જામનગર એસ.ટી. વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસ સંચાલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ તારીખો દરમિયાન મુસાફરો એક્સ્ટ્રા બસોમાં એડવાન્સ બુકિંગ કરાવી શકશે, તેમજ ૫૧થી વધુ મુસાફરોને ગ્રુપ બુકિંગ કરાવવા પર અન્ય બસ પણ એસ.ટી. નિગમ, જામનગર દ્વારા ફાળવવામાં આવશે. આ ખાસ સેવાનો જામનગરની જાહેર જનતા મહતમ લાભ લે તેવો અનુરોધ વિભાગીય નિયામકશ્રીએસ.ટી. વિભાગ, જામનગરની યાદીમાં કરવામાં આવ્યો છે.

જામનગર અને દેવભૂમિ દ્વારકા ખાતે આવવા/ જવા માટેનું એક્સ્ટ્રા બસ માટેનું ભાડું યાદી

દ્વારકા-જામનગર રૂ.૧૩૮, દ્વારકા-રાજકોટ રૂ.૧૮૮, દ્વારકા-પોરબંદર રૂ.૧૨૩, દ્વારકા-સોમનાથ રૂ.૨૦૪, દ્વારકા-જૂનાગઢ રૂ.૧૮૪, જામનગર-દાહોદ રૂ.૩૨૦, જામનગર-સંજેલી રૂ.૩૧૦, જામનગર-જૂનાગઢ રૂ.૧૨૮.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *