મનગર જિલ્લાના તમામ ખેડૂતો ઉપરાંત રાજ્યના રજીસ્ટર્ડ ખેડુતો, એફ.પી.ઓ./એફ.પી.સી./એ. ગ્રેડ સહકારી સંસ્થાઓ, સહકારી ડેરીઓ, જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના ખેડૂતો તેમજ સભાસદો ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩માં બાગાયત વિભાગ તરફથી ચાલતી મિશન મધમાખી કાર્યક્રમ ઘટક સહાય યોજનાનો લાભ મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા કાર્યરત આઇ-ખેડૂત પોર્ટલ પર આગામી તા.૩૧ ડિસેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી શકશે. અરજીમાં રહેલા લાભાર્થીઓનો પ્રોજેક્ટમાં સમાવેશ કરીને આ પ્રોજેક્ટ રિપોર્ટ સાથે અરજીની પ્રિન્ટ નકલ, જાતિનો દાખલો (અનુસૂચિત જાતિ માટે), આધારકાર્ડ, રેશન કાર્ડ, બેંક બચત ખાતાની નકલ જોડીને નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન-૪, પહેલો માળ, રૂમ નં.૪૮, સુભાષ પૂલ પાસે, જામનગર ખાતે જમા કરાવવાની રહેશે. વધુ માહિતી માટે ફોન નં.૦૨૮૮-૨૫૭૧૫૬૫ પર સંપર્ક કરી શકાશે, તેમ નાયબ બાગાયત નિયામકશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
