પેન્શનર વેબસાઈટ પર પણ ઓનલાઈન હયાતી ખરાઈ કરાવી શકશે
જામનગર તા.૦૨ મે, જિલ્લા તિજોરી કચેરી, જામનગર તથા તાબાની પેટા તિજોરી કચેરીમાંથી IRLA સ્કીમ હેઠળ (બેંક મારફત) ગુજરાત રાજ્ય સરકારનું તથા કેન્દ્ર સરકારનું પેન્શન મેળવતા પેન્શનરોને જણાવવાનું કે જામનગર જિલ્લાના તમામ પેન્શનરોએ મે, જુન તથા જુલાઈ ૨૦૨૨ દરમિયાન સંબંધિત બેન્ક ખાતે હયાતી ખરાઈ કરાવવા માટે જવાનું રહેશે અને હયાતીની ખરાઈ અંગેનાં ફોર્મમાં દરેક પેન્શનરોએ અત્રેની કચેરીના પી.પી.ઓમાં કરેલ સહિના નમુના મુજબની સહી કરવાની રહેશે લાગુ પડતા કિસ્સામાં ફેમીલી પેન્શનરોએ લગ્ન/પુન:લગ્ન અને ફરી સરકારી નોકરીમાં જોડાયેલા તેવા પેન્શનરોએ એમ્પલોઈડ/રિ-એમ્પલોઈડનાં ફોર્મમાં પણ સહી કરવાની રહેશે. પેન્શનર jeevanpramaan.gov.in વેબસાઈડ પર પણ ઓનલાઈન હયાતી ખરાઈ કરાવી શકશે. વિદેશમાં રહેતા પેન્શનરોએ તેમની હયાતી નોટરી પાસે ફોટા સહીત બેંક બ્રાંચ તથા પિ.પિ.ઓ નંબર, બેંક ખાતા નંબર લખીને કરાવવાની રહેશે. ચાલુ નાણાકીય વર્ષ દરમ્યાન જે પેન્શનરો જુની/નવી પધ્ધતી મુજબ આવકવેરો કપાવવા માંગે છે તેની વિગત પુરી પાડતી તથા આવકવેરાના હેતુ માટે રોકાણ કરનાર હોય, તેવા પેન્શનરોએ અત્રેની રોકાણની માહિતી ફોર્મ-૧૨બીમાં પુરી પાડવાની રહેશે. વધુમાં ૨૦૨૧-૨૨ના આવકના પ્રમાણપત્રો બેંક મારફત અથવા https://cybertreasury.gujarat.gov.in વેબસાઈડ પરથી પણ મેળવી શકાશે તેવું જિલ્લા તિજોરી અધિકારી જામનગરની યાદીમાં જણાવવામાં આવે છે.
