Gujarat

જામનગર જિલ્લાના માછીમારોને મત્સ્યોદ્યોગ ખાતાની વિવિધ

યોજનાઓનો લાભ લેવા અનુરોધ

જામનગર તા.૧૧ એપ્રિલ, જામનગર જિલ્લાના તમામ માછીમારો/મંડળીઓ/બોટ માલિકોને જાણ કરવામાંઆવે છે કે,ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩થી મત્સ્યોદ્યોગ ખાતા દ્વારા દરીયાઇ માછીમારી બોટ માટે જમ્બો પ્લાસ્ટિક કેરટ, પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના તળે આઈસ પ્લાન્ટ, કોલ્ડ સ્ટોરેજ, રેફ્રિજરેટર વાન, ઈન્સ્યુલેટેડ વાન, એફ.એફ.પી.ઓ. યોજના તથા બી.પી.એલ.કાર્ડ ધરાવતા માછીમારો માટે બંધ સીઝન દરમિયાન આર્થિક સહાય જેવી નવી યોજના અમલમાં આવેલ હોયજામનગર જિલ્લાના તમામ માછીમારોને આ યોજનાનો લાભ લેવા મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક જામનગરની યાદી દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *