Gujarat

જામનગર જિલ્લાના માછીમારો કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો લાભ મેળવવા આગામી તા.૧૫ માર્ચ સુધી અરજી કરી શકશે  

જામનગર જિલ્લાના માછીમારો કેન્દ્ર સરકાર દ્વારા કાર્યરત કિસાન ક્રેડિટ કાર્ડયોજનાનો મહત્તમ લાભ મેળવી શકે તે હેતુથી આગામી તા. ૧૫-૦૩-૨૦૨૩ સુધી ‘NATION WIDE AHDF KCC CAMPAIGN’ શરૂ કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લાના જે માછીમારો આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તેઓ ૧૫-૦૩-૨૦૨૩ સુધી મદદનીશ મત્સ્યઉધ્યોગ નિયામકની કચેરી ખાતેથી અથવા જે તે મત્સ્ય કેન્દ્ર ખાતે નિયુક્ત ગાર્ડ પાસેથી નિયત ફોર્મ મેળવી પરત કરવાનું રહેશે. 

કિશાન ક્રેડિટ કાર્ડ ફોર્મ ભરવા માટે  માછીમાર અંગેનો પુરાવો, બાયોમેટ્રિક કાર્ડ/આધારકાર્ડ, રાશનકાર્ડ, બેંક પાસબુકની નકલ, પાસપોર્ટ સાઈઝના ૨ ફોટો સાથે અરજી પત્રક મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી ખાતે જમા કરવા મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક જામનગર દ્વારા જણાવવામાં આવ્યું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *