Gujarat

જામનગર જિલ્લાના યુવક-યુવતીઓ “યુવક નેતૃત્વ અને વ્યક્તિત્વ વિકાસ તાલીમ શિબિર” માં ભાગ લેવા માટે તા.9 નવેમ્બર સુધી અરજી કરી શકશે

રાજ્યના યુવાનો અને યુવતીઓ તેમની શક્તિઓને સમાજ ઉપયોગી કાર્યો અને પ્રવૃત્તિ પાછળ તેમજ યુવા શક્તિનો વિકાસ થાય અને નેતૃત્વ શક્તિ વિકસાવી શકે તે હેતુથી કમિશનરશ્રી યુવક સેવા અને સંસ્કૃતિક પ્રવુતિઓ ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી જામનગર સંચાલિત જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારની પ્રતિ વર્ષ યુવક નેતૃત્વ અને વ્યક્તિત્વ વિકાસ તાલીમ શિબિર યોજવામાં  આવે છે. આ શિબિરમાં ૧૫ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓ ભાગ લઈ શકે છે.

જામનગરના જે યુવક યુવતીઓ શિબિરમાં ભાગ લેવા ઈચ્છતા હોય તેઓએ તા.૦૯-૧૧-૨૦૨૨ સુધીમાં જિલ્લા રમત ગમત કચેરી, જામનગર, જિલ્લા સેવા સદન-૪, રૂમ નં.૪૨,રાજ્પાર્ક ખાતેથી અરજીફોર્મ મેળવી કચેરી સમય દરમ્યાન જમા કરાવવાના રહેશે. અરજી સાથે જાતિનો દાખલો, આધાર કાર્ડ, અભ્યાસનો પુરાવો, પાસપોર્ટ સાઇઝનો ફોટો આપવાનો રહેશે. વધુ માહિતી માટે ફોન નં ૦૨૮૮-૨૫૭૧૨૦૯ ઉપર સંપર્ક સાધી શકાશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *