જામનગર તા.૦૮ ફેબ્રુઆરી,જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જામનગર દ્વારા જામનગર જિલ્લાની તમામ કોર્ટમાં તા. ૧૨ માર્ચ ૨૦૨૨ના રોજ (૧) ફોજદારી સમાધાનપાત્ર કેસ (૨) નીગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ મુજબના ચેકના કેસ (૩) બેંક રિકવરી દાવા (૪) એમ.એ.સી.પી.ના કેસ (૫) લેબર તકરારના કેસ (૬) લગ્ન વિષયક તકરારના કેસ (૭) વીજળી અને પાણી બિલ (સમાધાનપાત્ર ન હોય તે સિવાયના) કેસ, (૮) કૌટુંબિક તકરારના કેસ, (૯) જમીન સંપાદનના કેસ (૧૦) સર્વિસ મેટરના પે અને એલાઉન્સીસઅને નિવૃત્તિના લાભના કેસ, (૧૧) રેવન્યુ કેસ (ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને હાઇકોર્ટમાં પેન્ડિંગ હોય તે જ), (૧૨) અન્ય સિવિલ કેસ (ભાડુઆત, સુખાધિકાર હક, મનાઇ હુકમના દાવા, સ્પેસિફિક પર્ફોર્મન્સ)વગેરેના કેસો માટે નેશનલ લોક અદાલત નાલ્સાના એક્શન પ્લાન મુજબ યોજવામાં આવશે.
આ લોક અદાલતનો લાભ લેવા જામનગર જિલ્લાની તમામ જાહેર જનતા તથા પક્ષકારોને જણાવવામાં આવે છે.લોકોના પેન્ડિંગ કેસોમાં સમાધાનથી તકરાર નિવારણ કરવા તેઓના વકીલ શ્રી મારફતે જે તે કોર્ટમાં કેસ પેન્ડિંગ હોય તે કોર્ટને કેસ લોક અદાલતમાં મુકવા સંપર્ક કરવો.
લોક અદાલત તકરારના સમાધાન માટે એક સુખદ નિવારણ ફોરમ છે. જેમાં, પક્ષકાર સમાધાનથી કેસનો નિકાલ લાવી શકે છે અને તેનાથી પક્ષકારને ઝડપી ન્યાય મળી શકે છે. વધુમાં લોકઅદાલતના માઘ્યમથી કેસમાં સમાધાન કરવાથી લોકોને આર્થિક નુકસાની અને સમયની બચત થાય છે. લોક અદાલત અંગે કોઈ પણ માહિતી મેળવવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જામનગરનો ફોન નં.૨૫૫૦૧૦૬ પર સંપર્ક કરવો તેમજ દરેક જિલ્લા/તાલુકા કક્ષાની કોર્ટમાં કેસ પેન્ડિંગ હોય તો જે તે જિલ્લા/તાલુકા કોર્ટનો સંપર્ક કરવા સચિવ, સિનિયર સિવિલ જજ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જામનગરની યાદી દ્વારા વિનંતી કરવામાં આવે છે.