Gujarat

જામનગર જિલ્લામાં પાટિદારોએ ખોડલધામનો પાટોત્સવ લાઈવ નિહાળ્યો

જામનગર
જામનગર જિલ્લામાં ૮૦થી વધુ એલઇડી સ્ક્રીન પ્રોજેક્ટર અને ટીવી લગાડવામાં આવ્યા છે. જ્યારે પાંચ વર્ષ પૂર્ણ થતાં પંચવર્ષીય પાટોત્સવમાં જામનગરના લાખો લોકો વર્ચ્યુઅલ પાટોત્સવ નિહાળી રહ્યા છે. નોંધનીય છે કે ખોડલધામ મંદિર ખાતેથી આજે સવારે ૯ઃ૦૦ વાગ્યે ડોક્યુમેન્ટરી બતાવ્યા બાદ, ૯ઃ૧૫ કલાકે ખોડલધામ મંદિર ધ્વજા રોહણ, ૯ઃ૨૫ વાગ્યે ખોડલધામ મંદિર આરતી અને ત્યારબાદ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે સમાજ જાેગ સંદેશો આપ્યો હતો. કાર્યક્રમના અંતમાં રાષ્ટ્રગીત ગાઈને કાર્યક્રમનું સમાપન થયું હતું. ગામ કે શહેરમાં જે-તે વિસ્તારમાં જ્ઞાતિજનો વસતા હોય તેવી જગ્યા, સમાજનો હોલ કે મંદિરમાં આ ટીવી કે એલઇડી સ્ક્રીનની ગોઠવણી કરાઇ હતી. તેમજ સોસાયટી કે ગામના ઝાંપે અને કાર્યાલય ઉપર આસોપાલવના તોરણ અને ફૂલહારથી સુશોભન પણ કરવામાં આવ્યું હતું. જામનગર શહેરમાં ૨૨ જગ્યાએ એલઇડી સ્ક્રીન અને તાલુકા અને ગામડાઓમાં ૬૮ જગ્યાએ એલઇડી સ્ક્રીન દ્વારા પાંચમો ખોડલધામ પાટોત્સવ પાટીદારોએ નિહાળ્યો હતો. જામનગર શહેર અને જિલ્લામાં માં ખોડલના મંદિરોમાં, ખોડલધામ કાર્યાલય અને જે સ્થળો પણ એલઇડી સ્ક્રીન મૂકવામાં આવી હતી, તે જગ્યા પર માતાજીની મૂર્તિ રાખી રંગોળી ફૂલહારથી સુશોભન કરાયું હતું. ત્યારબાદ કાર્યક્રમ પૂર્ણ થતા લાપસીનો પ્રસાદ આપી કાર્યક્રમ પૂર્ણ થયો હતો.જામનગરમાં ખોડલધામના પાંચમો પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે જામનગર વિભાપર મુકામે મોટી એલઈડી સ્ક્રીન મૂકી લોકોએ કાર્યક્રમ નિહાળ્યો હતો. ત્યારે રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ સહિત જામનગર જિલ્લા ખોડલધામ સમિતિની ટીમ તથા મોટી સંખ્યામાં લેઉવા પાટીદારો જામનગર જિલ્લા તેમજ શહેરના અલગ અલગ વિસ્તારોમાં એલઇડી ટીવી સ્ક્રીન પર પ્રોજેક્ટર સહિતના માધ્યમોથી નિહાળી રહ્યા છે.

Fifth-Patotsav-of-Khodaldham.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *