જામનગર જિલ્લા ના મુસ્લીમ સમાજ ના અગ્રણી અને જાણીતા એડવોકેટ શ્રી હારૂન પલેજા ને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના આદરણીય પ્રભારી શ્રી રઘુ શર્મા સાહેબ તથા પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશ ભાઈ ઠાકોર સાહેબ ની સૂચના થી મોરબી જિલ્લા ની વાંકાનેર વિધાનસભા ના ઇન્ચાર્જ તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નિમણુક આપવામાં આવેલ છે.
એડવોકેટ હારૂનભાઈ પલેજા જામનગર તાલુકા પંચાયત ના વિરોધપક્ષ ના નેતા તરીકે તેમજ હાલ જામનગર શહેર જિલ્લા ના સંગઠન મહામંત્રી તરીકે અને સિક્કા નગર પાલિકા ના પ્રભારી તરીકે સિક્કા નગર પાલિકા માં કોંગ્રેસ પક્ષ ને જંગી વિજય બનાવી સિક્કા નગર પાલિકા માં કોંગ્રેસ પક્ષ ની સત્તા લાવેલ અને તેઓ ઓલ ઈન્ડિયા સુન્ની મુસ્લિમ વાઘેર સમાજ ના પ્રમુખ છે.
તેઓ ની આ નિમણુક ને વાંકાનેર ના ધારાસભ્ય શ્રી મોહમ્મદ જાવિદ પીરઝાદા સાહેબ ,ખંભાળિયા ના ધારાસભ્ય વિક્રમ ભાઈ માડમ,કાલાવડ ના ધારાસભ્ય શ્રી પ્રવીણ ભાઈ મુછડિયા, જામજોધપુર ના ધારાસભ્ય શ્રી ચિરાગ કાલરીયા, મોરબી જિલ્લા પંચાયત ના પૂર્વ વિરોધ પક્ષ ના નેતા નવધન ભાઈ મેઘાણી, હરદેવ સિંહ જાડેજા સદસ્ય જિલ્લા પંચાયત, વાંકાનેર માર્કેટ યાર્ડ ના પ્રમુખ શ્રી શકીલ પીરઝાદા, માંજી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી યુનુશ શેરશિયા,માંજી જિલ્લા ઉપપ્રમુખ શ્રી ગુલાબ ભાઈ પરાશરા, ગુજરાત પ્રદેશ માઈનોરીટી ના ઉપપ્રમખ શ્રી ઈરફાન પીરઝાદા , જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ કુંભરવાડિયા, જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્ર સિંહ જાડેજા વગેરે એ આવકરેલ છે.
રિપોર્ટર. ઈનાયતખાનપઠાન


