Gujarat

જામનગર તાલુકાના ૪ લાભાર્થીઓને કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે રૂ.૨૧.૭૨ લાખના ચેક અર્પણ કરાયા

જામનગર
રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાધવજી પટેલના હસ્તે જામનગર તાલુકાના ૪ લાભાર્થીઓને ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના અંતર્ગત રૂ. ૨૧.૭૨ લાખની રકમના ચેક ફાળવવામાં આવ્યાં હતા. જામનગર તાલુકાના ખંભાલીડા ગામના ખાતેદાર ખેડૂત સ્વ. ભગવાનજીભાઈ મેઘાભાઈ મુંગરાનું અકસ્માતે અવસાન થતાં તેમના વારસદાર જયાબેન ભગવાનજીભાઈ મુંગરાને રૂ.૫.૪૨ લાખની સહાય અર્પણ કરવામાં આવી હતી. તેમજ લાવડીયા ગામના ખાતેદાર ખેડૂત સ્વ. માધુભા બહાદુરસિંહ જાડેજાના વારસદાર રંજનબા માધુભા જાડેજાને રૂ.૫.૪૦ લાખની સહાય અર્પણ કરવામાં આવી હતી. દડીયા ગામના ખેડૂત સ્વ. કાંતિલાલ ગોરધનભાઈ નંદાના વારસદાર મધુબેન કાંતિલાલ નંદાને રૂ. ૫.૪૪ લાખની સહાય અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત બાલંભડીના ખેડૂત સ્વ. ટીલુભા તખુભા જાડેજાના વારસદાર પ્રસન્નબા ટીલુભા જાડેજાને રૂ.૫.૪૪ લાખની સહાય મળીને કુલ રૂ. ૨૧.૭૨ લાખના સહાય ચેક કૃષિમંત્રીના હસ્તે અર્પણ કરવામાં આવ્યાં હતા. બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે જામનગર માર્કેટિંગ યાર્ડના ચેરમેન પ્રવિણસિંહ ઝાલા, જામનગર માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન જમન ભંડેરી, સેક્રેટરી હિતેષ પટેલ, અન્ય સદસ્યઓ અને લાભાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *