Gujarat

જામનગર પાલિકામાં કોર્પોરેટર અને અધિકારી વચ્ચે ઝઘડામાં ટેબલના કાચ તુટ્યા

 

જામનગર
જામનગર મહાનગરપાલિકામાં જન્મ-મરણ શાખાના એક અધિકારીને ધુંબા મારી ટેબલના કાચ તોડી નાખતા કોર્પોરેટરના રૌદ્ર સ્વરૂપથી નાસભાગ મચી જવા પામી હતી. કચેરીમાં કામ કરતી મહિલાઓ તો ડરના માર્યા નાસી છૂટી હતી. આ બનાવ બાદ રાબેતા મુજબ કોર્પોરેટર અને અધિકારીઓ વચ્ચે સમાધાન કરાવી દેવામાં આવ્યું હતું. પરંતુ આ ઘટનાએ મહાપાલિકામાં સારી એવી ચકચાર જગાવી છે.જામનગર મહાનગરપાલિકામાં કોર્પોરેટરો દ્વારા અધિકારીઓને ધમકાવવા, ગાળો આપવી, માર મારવો તે કોઈ નવી વાત નથી. અવારનવાર આવી ઘટનાઓ ખાનગી અને જાહેરમાં બનતી રહે છે. વિપક્ષી કોર્પોરેટરો દ્વારા જન્મ-મરણ શાખાના એક અધિકારીને ફોન પર કોઈ ભલામણ માટે ફોન થયો હશે જેમાં સરખો જવાબ ન મળતા ગિન્નાયેલ કોર્પોરેટર તાત્કાલિક મહાપાલિકા ખાતે દોડી આવ્યા હતા અને અધિકારીને લાફાવાળી કરી ટેબલના કાચ તોડી નાખ્યા હતા. ઘટનાના પગલે જન્મ-મરણ શાખામાં કામ કરતી મહિલાઓમાં દેકારો બોલી ગયો હતો અને ડરના માર્યે તેઓ નાસી છૂટ્યા હતા. જેમ બને છે તેમ બનાવ બાદ નેતાઓ અને અધિકારીઓ પડમાં આવ્યા અને બંને વચ્ચે સમાધાન કરાવી દીધુ હતું. પરંતુ આ ઘટનાએ ફરી એક વખત મહાપાલિકામાં કોર્પોરેટરોની દાદાગીરી અને અધિકારીઓ-કર્મચારીઓની સહન શીલતાને સામે લાવી છે. આ બનાવથી મહાનગરપાલિકામાં આખો દિવસ ભારે ચર્ચા રહી હતી. મને આ ઘટના અંગે કોઈ જાણ નથી કે કંઈ ખબર નથી કે મને કોઈએ ફરિયાદ કરી નથી. જાે આવું બન્યું હોય તો ખરાબ કહેવાય. હું આ બાબતે સંબંધિત અધિકારી સાથે વાત કરીશ અને ઘટનાની તપાસ કરીશ.

Jamnagar-Municipal-Corporation.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *