Gujarat

જામનગર મહાનગર ભારતીય જનતા પક્ષના ઉપક્રમે આવતીકાલ રવિવારે સાંજે પાંચ વાગ્યે ગુલાબનગર રોડ પરના ચેમ્બર હોલમાં ‘પ્રબુધ્ધ નાગરિક સંમેલન’ નું આયોજન કરવામાં આવ્યું છે.

રીપોર્ટર.  ખાનભાઈ

*જામનગરમાં ભાજપ દ્વારા રવિવારે સાંજે યોજાશે…*

*’આત્મનિર્ભર અર્થવ્યવસ્થા’ વિષયક પ્રબુધ્ધ નાગરિક સંમેલન*

જામનગર, તા. ૧૨ : જામનગર મહાનગર ભારતીય જનતા પક્ષના ઉપક્રમે આવતીકાલ રવિવારે સાંજે પાંચ વાગ્યે ગુલાબનગર રોડ પરના ચેમ્બર હોલમાં ‘પ્રબુધ્ધ નાગરિક સંમેલન’ નું આયોજન કરવામાં આવ્યું છે.

આ સંમેલનમાં ગુજરાત સરકારના શ્રમ – કૌશલ્ય – રોજગાર મંત્રીશ્રી અને જામનગર જિલ્લાના પ્રભારીમંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા તેમજ પક્ષના સી.એ. સેલના પ્રદેશ સંયોજક શ્રી નરેશભાઈ કેલા “આત્મનિર્ભર અર્થવ્યવસ્થા” વિષયક જનસંબોધન કરશે.

ઉપરાંત જામનગરના સાંસદ શ્રી પૂનમબહેન માડમ તેમજ મહાનગરના ધારાસભ્યો શ્રી આર.સી. ફળદુ અને શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ રહેશે.

આ જનસંમેલનની પહેલાં પક્ષના શહેર કાર્યાલયમાં પ્રમુખ વક્તાઓના નેજા હેઠળ બપોરે ૦૪.૦૦ કલાકે પત્રકાર પરિષદ પણ યોજાશે.

આ સંમેલનમાં શહેરના બુધ્ધિજીવીઓ, વિચારકો, પત્રકારો, કટારલેખકો, શિક્ષિતો, અગ્રણી સમાજસેવીઓને ઉપસ્થિત રહેવા ભાજપ શહેર અધ્યક્ષ ડૉ. વિમલ કગથરા સહિત ભાજપ શહેર પક્ષ કાર્યાલય દ્વારા અનુરોધ કરાયો છે.
▪️▪️▪️▪️▪️

Screenshot_20220213-131112_Google.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *