રીન્યુઅલ માટે તા.૧૫/૦૫/૨૦૨૨ સુધીમાં અરજી કરી શકાશે
જામનગર તા.૦૨ મે, નાગરિક સંરક્ષણ કચેરી, જામનગર શહેર દ્વારા વર્ષ-૨૦૨૧ પહેલા જામનગર, વાડીનાર, ઓખા ખાતે નિમણુંક પામેલ પદાધિકારીઓ/વોર્ડનો અને તાલીમ લીધેલા સ્વયંસેવકોને જે-તે સમયે થયેલ નિમણુંકની રીન્યુઅલની (ફરી નિમણુંક) પ્રક્રિયા કરવાની હોય, તેઓએ કામકાજના દિવસો દરમ્યાન તા.૧૫-૦૫-૨૦૨૨ સુધીમાં જામનગર ખાતે નાયબ નિયંત્રકશ્રીની કચેરી, નાગરિક સંરક્ષણ કચેરી, લાલ બંગલા કંમ્પાઊન્ડ, કલેકટરશ્રીના નિવાસ સ્થાનની બાજુમાં, જામનગર ફોન.નં.૦૨૮૮-૨૫૪૦૩૭૧નો તથા વાડિનાર ખાતે ટ્રીએન્ડ ઈન્સ્ટ્રકટરશ્રીની કચેરી, નાગરિક સંરક્ષણ કચેરી,કે.પી.ટી. કોલોની, વાડીનાર તથા ઓખા ખાતે નાગરિક સંરક્ષણ કચેરી, પોર્ટ કોલોની બંગલા નં-૧૮/૨, ઓખાનો સંપર્ક કરવોનો રહેશે. તા.૧૫-૦૫-૨૦૨૨ પછી જામનગર, વાડીનાર,ઓખા ખાતેના વર્ષ-૨૦૨૧ પહેલા નિમણુંક પામેલ દરેક પદાધિકારીઓ/વોર્ડનો/સ્વયંસેવકોની રીન્યુઅલની (ફરી નિમણુંક) મળેલ અરજીઓ સિવાયની તમામ નિમણુંક કમી કરવામાં આવશે, જેની દરેક પદાધિકારીઓ/વોર્ડનો/સ્વયંસેવકોએ નોંધ લેવા નાયબ નિયંત્રક, નાગરિક સંરક્ષણ કચેરી,જામનગર દ્વારા જણાવાયું છે.
