જામનગર
જામનગર શહેરના ધમધમતા મેહુલ નગર રોડ પર આવેલ ગોકુલધામ સોસાયટીના ગલીના નાકા પાસે સૂર્યમુખી હનુમાન મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ સ્થાનિકોને થતા લોકોમાં ભારે આક્રોશ જાેવા મળ્યો હતો. પોલીસને આ અંગે જાણ થતા સ્થળ પર પોલીસ દોડી આવી હતી અને સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી. જામનગર શહેરમાં મેહુલનગર રોડ પર આવેલા ગોકુલધામ સોસાયટીમાં સૂર્યમુખી હનુમાન મંદિરમાં રાત્રિના સમયમાં આવારા તત્વો દ્વારા મંદિરમાં તોડફોડ કરી મૂર્તિને તોડી પાડવામાં આવી હતી. આ સાથે દાન પેટી પણ તોડીને ચોરી ગયા હતાં. સવારે સૂર્યમુખી હનુમાન મંદિરે દર્શન કરવા આવેલા દર્શનાર્થીને આ વાતની જાણ થતાં વિસ્તારના લોકો એકત્ર થયા ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા સ્થળનું નિરીક્ષણ કરી સીસીટીવી ફૂટેજ ચેક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ઘટના કેવી રીતે બની તેની તપાસ શરૂ કરવામાં આવી હતી.સૂર્યમુખી હનુમાન મંદિરની તોડફોડની ઘટનાની જાણ થતાની સાથે જ વિકસો હિન્દુ પરિષદ અને સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા અને સ્થળ પર પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા તમામ સીસીટીવ ચેક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે મળતી માહિતી મુજબ આ ઘટના રાત્રિના એક થી દોઢ વાગ્યાની વચમાં બની હતી તેવું જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ કાફનું ઘટના સ્થળે દોડી આવી ગયો એલસીબી સીટી સી-ડિવિઝન પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવ્યો હતો. મળતી માહિતી મુજબ સૂર્યમુખી હનુમાન મંદિરમાં રામજી અને હનુમાનજીની મૂર્તિમાં તોડફોડ કરી દાન પેટી તોડી ગયાની ઘટના સામે આવી હતી. જેમાં પોલીસે સીસીટીવના આધારે તપાસ શરૂ કરતાં તેમાં એક કચરા વીણવા વાળો ગાંડો હોય તેવું સીસીટીવી દ્રશ્યમાં સામે આવ્યું છે તેવી માહિતી સૂત્રોમાંથી મળી રહી છે.
