ગિરગઢડા તા 19
ભરત ગંગદેવ…
જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી શ્રી એય.આર. મૌર્ય અને તેમની ટીમની સમજાટવટથી એક બાળલગ્ન મોકૂફ રાખવા એટલ કે, વર-કન્યાની પરિપક્વ અને કાયદાથી નક્કી કરાયેલ ઉંમરે લગ્ન કરવા માટે વર-કન્યાના વાલીઓએ સહમતી દર્શાવી હતી. આમ, ગીર સોમનાથ જિલ્લાની સમાજ સુરક્ષા કચેરી દ્વારા સૂઝબૂઝ ભરેલા પગલાંને લીધે એક યુગલ ને પરિપક્વ ઉંમર પેહલા લગ્નગ્રંથીથી ન જોડાવવા માટે સમજાવટથી સફળતા મળી છે.
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી-જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી એચ.આર. મૌર્ય જણાવે છે કે, ગીર ગઢડાના જામવાળા ગીર ગામે તા.૧૭-૦૨-૨૦૨૦ના થનાર લગ્નની તપાસ હાથ ધરતા દિકરીની ઉંમર સગીર વયની હોય અને લગ્ન લાયક ન હોવાથી ઉપસ્થિત મહેમાનો, આગેવાનો અને ઘર પરિવારના લોકોને બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ હેઠળ ૨૧ વર્ષથી નાની વયના દિકરા અને ૧૮ વર્ષથી નાની દિકરના બાળલગ્ન કરાવનાર, કરનાર અને લગ્નમાં સહકાર આપનારને બે વર્ષની સખત કેદ અને એક લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈની સાથે બીન જામીનપાત્ર ગુનો બને છે. તેવી કાયદાકીય સમજ આપવાની સાથે બાળલગ્નથી સમાજ અને બાળકોના જીવન પર થતી નકારાત્મક અસરો અને બાળલગ્ન બાદ સંતાનો પણ કુપોષિત જન્મે તેવી સંભાવનાઓ હોય છે. જેથી કુટુંબ વધારે ગરીબીમાં ધકેલાઈ છે. આમ, બાળ લગ્ન એક સામાજિક દુષણ છે. તેવી સર્વેને વિગતવાર સમજાવટથી કન્યા અને વર પક્ષે બંન્નેને બાળ લગ્ન બંધ રાખવા જણાવી, વર અને કન્યા પક્ષ તરફથી નિર્ધારિત લગ્ન મોકૂફ રાખી લગ્નની ઉંમર પૂરી થયે વિધિસર લગ્નનુ આયોજન ફરીવાર કરશે. તેવી બાંહેધરી આપી હતી. આમ, મોડી રાત્રે આ સંભવિત બાળ લગ્ન અટકાવવામાં આવ્યા હતા.
આ બાળ લગ્ન અટકાવવા અને સમજાવટમાં બાળ સુરક્ષા એકમના શ્રી બી.આર. પરમાર, શ્રી ડી.આર. સોલંકી, શ્રી ડી.એલ. વાણવી, શ્રી જી.એલ. ચાંડપા, શ્રી એમ.વી. રાઠોડ અને તાલાળા પોલીસ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો.
